બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Judicial commission recreated the whole atiq-ashraf Murder case in Prayagraj for investigative purposes

મર્ડર કેસ / VIDEO : પ્રયાગરાજમાં ફરી શું બન્યું? કેમેરા સામે 'અતીક-અશરફ'ને ગોળી મારીને ઢાળી દેવાયા, જબરુ બન્યું

Vaidehi

Last Updated: 07:31 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Video: જ્યૂડિશિયલ કમિશનનાં સદસ્ય અતીક અને અશરફની જેવા દેખાતા 2 લોકોને એ જ ઘટનાસ્થળ પર લઈ જવાયા જ્યાં બંને માફિયાઓનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું.

  • જ્યૂડિશિયલ કમિશનનાં સદસ્યો તપાસમાં
  • અતીક-અહમદનાં મર્ડરનો સીન કર્યો રિક્રિએટ
  • હત્યાને લગતાં પ્રશ્નોનો જવાબ શોધવા સીન કર્યો રિક્રીએટ

માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફનું થોડા દિવસો પહેલા પ્રયાગરાજનાં કોલ્વિન હોસ્પિટલની બહાર ગોળી મારીને મર્ડર કરી દેવાયું હતું. હત્યા કરનારા ત્રણેય શૂટરો હાલમાં જેલમાં બંધ છે. હત્યાકાંડમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા બાદ ગુરુવારે જ્યૂડિશિયલ કમિશને સમગ્ર સીનને તપાસનાં ઉદેશ્યથી રિક્રીએટ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે સપા, બસપા સહિત તમામ દળોએ અસદ એનકાઉન્ટર અને અતીક-અશરફની હત્યા પર યૂપી પોલીસ પર નિશાન સાધ્યું હતું. જેના બાદ પોલીસકર્મીઓને તપાસ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.

મર્ડરનો સમગ્ર સીન રિક્રિએટ કરવામાં આવ્યો
જ્યૂડિશિયલ કમિશનનાં સદસ્ય, અતીક-અહમદની જેવા દેખાતાં 2 વ્યક્તિઓને એ જ જગ્યા પર લઈને પહોંચ્યાં જ્યાં બંને માફિયાઓની હત્યા કરી દેવામાં આવી હતી. તેમની સાથે પોલીસ અને હમલાવર બનેલા યુવકો પણ હતાં. કૂર્તા-પજામા પહેરેલ અતીક અને અશકફ જેવા દેખાતા આ 2 યૂવકોને પહેલાં ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યું.  તેમની આસપાસ પોલીસ અને પત્રકારોની ભીડ પણ હતી. આ દરમિયાન રિપોર્ટરો જ્યારે બંનેને સવાલો પૂછવા લાગ્યાં તે જ સમયે બંદૂક પકડેલા હમલાવર ત્યાં આવી ગયાં અને બંદૂકથી ગોળીબારી ચાલુ કરી દીધી. સીન રિક્રિએટ કર્યા દરમિયાન જોવા મળ્યું કે જેવી ગોળી અતીક અને અફરશ બંને લોકોને લાગે છે ત્યારે બંને જમીન પર ઢેર થઈ જાય છે.

NHRCએ UP પોલીસને માંગ્યો રિપોર્ટ
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે અતીક અને અશરફની પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં હત્યાને લઈને ઉત્તરપ્રદેશ પોલીસને નોટિસ આપી હતી. ઉત્તરપ્રદેશનાં પોલીસ મહાનિર્દેશક અને પ્રયાગરાજનાં પોલીસ આયોગને આપેલી પોતાની નોટિસમાં NHRCએ તેમની પાસે 4 સપ્તાહની અંદર આ મામલા અંગે રિપોર્ટ માંગ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટમાં હત્યાનાં તમામ પાસાઓ, મૃતકોનાં તમામ મેડિકલ સર્ટિફિકેટની કોપી, પંચનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ તપાસની CD, ઘટનાસ્થળનો સ્કેચ અને મેજિસ્ટ્રિયલ તપાસનાં રિપોર્ટ જોડવા માટે કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ