બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / jio-users-will-start-esim-service-iphone-learn-how-activate

NULL / Jio યૂઝર્સ માટે iPhone માં eSim સેવા શરૂ આ રીતે કરો એક્ટિવેટ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Apple ગત મહિને પોતાના 3 નવા ફોન માર્કેટમાં ઊતાર્યા છે. જેમાં iPhonexs iPhone xs max અને iPhoneXR સામેલ છે. આ નવા સ્માર્ટફોનમાં ઘણા ખાસ પ્રકારની ફીચર પેશ કરવામાં આવ્યા છે. જેમાં eSim સપોર્ટ પણ સામેલ છે. જણાવી દઇએ કે એપલે પહેલી વખત એક ડુઅલ સિમ સપોર્ટ આઇફોન લોન્ચ કર્યો છે પરંતુ આ ડુઅલ સિમ કાર્યક્ષમતા આજના એન્ડ્રોઇડ ફઓનના સમાન કામ કરતું નથી. 

ડુઅલ સિમ કે eSimનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને iPhonexs iPhone xs max અને iPhoneXR માં પોતાના ટેલિકોમ ઓપરેટરની મદદની જરૂર પડશે. જણાવી દઇએ કે આઇફોનના લોન્ચના તરત બાદ એપલે જાહેરાત કરી હતી કે eSim સપોર્ટ તમામ એરટેલ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. 

જેનો અર્થ છે કે આ ત્રણેય એપલ ફોનની સાથે એરટેલ યૂઝર્સ બીજા સિમનો ઉપયોગ ટેલિકોમ ઓપરેટરના એક્ટિવેટ કર્યા બાદ કરી શકશે. એરટેલ ઉપરાંત રિલાયન્સ જિયોએ હવે ભવિષ્યમાં સામેલ થનાર ટેલિકોમ ઓપરેટરોની સાથે તમામ 3 આઇફોનો માટે esim સપોર્ટ શરૂ કરી દીધો છે. 

esim ને આસપાસના રિલાયન્સ સ્ટોર અથવા રિલાયન્સ ડિજીટલ સ્ટોર પર જઇને એક્ટિવેટ કરી શકાય છે. એક્ટિવેશન માટે તમારે તમારો આઇફોન અને ફોનનો આઇએમઇઆઇ નંબર સ્ટોરમાં લઇ જવો પડશે. ત્યાર બાદ તમારે Customer Acquisition Form ભરવાની જરૂર પડશે. ફોર્મને ભર્યા બાદ તમારે પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા પોતાની ડિટેલ વેરિફાઇડ કરીને અને ક્યૂઆર કોડ જનરેટ કરવાની જરૂર પડશે. ત્યારબાદ ઇએસઆઇએમ એક્ટિવેશન માટે તમારા આિફોન પર કોડ સ્કેન કરવામાં આવશે. 

esim કેવી રીતે કરશે કામ
esim સપોર્ટ સમર્થનની સાથે નવા એપલ ફોન યૂઝર્સને એક સમયમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. એક જ સમયમાં ફિસીકલ સિમ અને esim બંનેનો ઉપયોગ કરી શકાશે. જો તમે આઇફોનમાં કોઇ ફિસીકલ સિમ કાર્ડ નાંખ્યું નથી તો પણ esimનો ઉપયોગ કરી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ