બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Jio GigaFiber : Know Price, Offers, Bookings And More

Jio Gigafiber / આ 9 પોઇન્ટસમાં જાણો કિંમતથી લઇને ફ્રી TV અને બુકીંગ વિશે

Kavan

Last Updated: 11:48 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જિઓએ આખરે ગીગા ફાઇબરનું સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં આજે તેની ઘોષણા કરવામાં આવી હતી. જીઓની ત્રીજી વર્ષગાંઠ એટલે કે 5 સપ્ટેમ્બરથી ગીગા ફાઇબર દરેકને બજારમાં ઉપલબ્ધ થશે. તો ચાલો જાણીએ જીયો ગીગાફાઇબર વિશે કેટલીક ખાસ બાબતો...

જિયો ગીગા ફાઇબરના પ્લાન

જિયો ગીગા ફાઇબરના મંથલી પ્લાન્સ 700 રૂપિયાથી શરૂ થઇને 10 હજાર રૂપિયા સુધીના હશે. હાલ એન્યુઅલ પેકેજની કિંમતની જાણકારી આપવામાં નથી આવી. જિયો ગીગા ફાઇબર હેઠળ દરેક યૂઝર ઓછામાં ઓછી 100Mbpsની સ્પીડ મેળવી શકશે. આ સર્વિસમાં પ્લાન મુજબ દરેક યૂઝર્સને સ્પીડ મળશે.

કોલિંગ અથવા ડેટા - ફક્ત એક માટે કરવી પડશે ચૂકવણી

બેઠક દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિઓ ગીગાફાઇબરના ગ્રાહકોને કોલિંગ અથવા ડેટા પૈકી કોઇપણ એક માટે નાણા ચૂકવવા પડશે. જિઓ ગીગાફાઇબર હેઠળ, ગ્રાહકોને લેન્ડલાઇન પર મફત કોલિંગની સુવિધા મળશે.

ઇન્ટરનેશનલ કોલિંગ સસ્તુ

જિયો પોતાના તમામ  પેકેજની સાથે લેન્ડલાઈન સેવા ફ્રી આપી રહ્યું છે. જેમાં ISD કૉલિંગનો ચાર્જ, અન્ય કંપનીના રેટ્સની તુલનામાં 10માં ભાગનો જ હશે. આ સાથે જ કંપની યૂએસ અને કેનેડામાં 500 રૂપિયા પ્રતિ મહિનાના રેટ પર અનલિમિટેડ કૉલિંગની ઑફર આપી રહી છે. 

જિયો ગીગા ફાઇબર વપરાશકર્તાને મફતમાં મળશે HD ટીવી 
 
જિયોના ફોરેવર એન્યુઅલ પ્લાન લેનાર ગ્રાહકોને 4K/HD TV સેટ અને 4K સેટટોપ બોક્સ ફ્રી મળશે. AGMમાં આંતરરાષ્ટ્રીય કોલિંગ માટે ફિક્સ્ડ લાઇન રેટસની પણ જાણકારી આપવામાં આવી. 

સેટ અપ બોક્સથી કરો વીડિયો કોલિંગ

જિયો સેટ ટૉપ બૉક્સથી એક સાથે ચાર લોકો વીડિયો કૉલ કરી શકશે. સાથે જ સબસ્ક્રાઇબર્સ ફોન્સ અને ટેબલેટ દ્વારા પણ ફ્રી વીડિયો કૉલ્સ કરી શકશે.

ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો

જિયો ગીગા ફાઇબર યુઝર્સને ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ સબ્સ્ક્રીપ્શન સાથે કોઇપણ ફિલ્મને રિલિઝ થવાના દિવસે ઘરે બેઠા પણ જોવા મળી શકશે. જો કે આ ફીચર 2020ના મધ્યમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એમેઝોન પ્રાઇમ વિડિઓ અને નેટફ્લિક્સનો મફતમાં લો આનંદ

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિઓ ગીગાફાઇબરમાં OTT એપના સબ્સ્ક્રિપ્શન મળશે. હાલમાં, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવી ઓટીટી એપ્લિકેશનો માટે ગ્રાહકોને અલગથી ચુકવણી કરવી પડે છે. પરંતુ જિઓ ગીગાફાઇબર વપરાશકર્તાઓએ અલગથી ચુકવણી કરવાની રહેશે નહીં.

ગેમ ડેવલપર્સ સાથે પાર્ટનરશિપ

રિલાયન્સે Jio સેટ-ટોપ બોક્સ વપરાશકર્તાઓને શાનદાર ગેમિંગ પહોંચાડવા માટે વિશ્વભરની ટોચની ગેમિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. 

આ રીતે કરો રજીસ્ટ્રેશન

૧૫ ઓગસ્ટથી આ નવી સેવા માટે ગ્રાહકોને માય જિયો એપ અથવા તો જિયો.કોમ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન હાલમાં ૧૧૦૦ શહેરો માટે જ થશે. તેમાં પણ જે શહેરમાં વધારે રજિસ્ટ્રેશન હશે, ત્યાં પહેલા કનેક્શન આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Jio Gigafiber Reliance Jio gigafiber jio ગુજરાતી ન્યૂઝ Jio Gigafiber
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ