ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / jio emergency data voucher get free 2gb internet on loan pay later via my jio app

ગજબ / ડેટા પુરો થઈ ગયો અને રિચાર્જના પૈસા નથી? Jio આપી રહ્યું છે Freeમાં ઈન્ટરનેટ, જાણો કઈ રીતે ઉઠાવશો લાભ

Published By: Arohi

Last Updated: 08:01 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીયો પોતાના અમુક ખાસ યુઝર્સને એક સુવિધા ઓફર આપી રહ્યું છે. જાણો શું છે આ ઓફર

ADVERTISEMENT

  • જીયો આપી રહ્યું ખાસ સર્વિસ 
  • હવે આ રીતે મેળવો ફ્રીમાં ડેટા 
  • જાણો શું છે પ્રોસેસ

રિલાયન્સ જીયો આજે દેશની નંબર વન પ્રાઈવેટ ટેલીકોમ કંપની છે. જીયો સસ્તા રિચાર્જ પ્લાન્સ તો ઓફર કરે જ છે સાથે જ જીયોની એક બીજી અનોખી સુવિધા પણ છે. જો તમારી પાસે પૈસ નથી અને તમારો ડેટા પુરો થઈ ગયો છે તો જયો આ સમયે તમને મફતમાં ઈન્ટરનેટ આપી રહ્યું છે. આવો જાણીએ તેના વિશે...

જાણો Jio Emergency Data Voucher વિશે 
જો તમે એક જીયો યુઝર છો તો અમે તમને જણાવી દઈએ કે જીયો એક સુવિધા ઓફર કરી રહ્યા છીએ. જીયો 'જીયો ઈમરજન્સી ડેટા વાઉચર'ના નામથી જાણવામાં આવે છે. આ ડેટા વાઉચર એ લોકો માટે સૌથી સારૂ ઓપ્શન છે. જેનું ઈન્ટરનેટ અચાનક ખતમ થઈ ગયું હોય અને તેની પાસે ડેટા રિચાર્જ કરવાના પૈસા નથી. આ વાઉચર હેઠળ તમને જીયો લોન પર ડેટા આપવાના હોય છે. 

વાઉચરનો ઉપયોગ કરવાની આ છે રીત 
જો તમે પણ જીયોના જીયો ઈમરજન્સી ડેટા વાઉચરનો ઉપયોગ કરવા માંગો છો તો સૌથી પહેલા સ્માર્ટફોન પર 'માય જીયો એપ' ખોલો, મેનુમાં જાઓ અને ત્યાં 'મોબાઈલ સર્વિસ'ના ઓપ્શન પર ટેપ કરો. અહીં તમારે 'ઈમરજન્સી ડેટા વાઉચર' જોવા મળશે. તેને સિલેક્ટ કરો. પછી 'ગેટ ઈમરજન્સી ડેટા' પર ક્લિક કરો અને ત્યાર બાદ 'એક્ટિવેટ નોવ' પર ટેપ કરો. આ પ્રકારે તમારે જીયોની તરફથી 2GB ડેટા લોન મળશે. 

આ રીતે ચુકવો પૈસા 
હવે અમે તમને જણાવીએ કે આ ડેટા લોનના પૈસા ચુકવવાનો ઓપ્શન શું છે. 2GB ડેટા માટે તમારે 25 રૂપિયાની કિંમત ચુકવવાની રહેશે. તેના માટે સૌથી પહેલા પોતાના સ્માર્ટફોન પર 'માય જીયો એપ' ખોલો, 'ઈમરજન્સી ડેટા વાઉચર' પર ક્લિક કરો. ફરી 'પ્રોસીડ' પર જાઓ 'પે'ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમે પોતાની લોનની ચુકવણી કરી શકશો. 

આ રીતે તમે જીયોથી ત્યારે ડેટાની લોન લઈ શકો છો જ્યારે તમારે ખૂબ જરૂરી હોય અને તે સમયે તમારે આ 2GB ઈન્ટરનેટ ફ્રીમાં આપવામાં આવશે. તેની ચુકવણી તમે બાદમાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે જીયોની આ સેવા ખાસ પ્રીપેડ યુઝર્સ માટે જ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Jio Emergency Data Loan jio જીયો jio

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ