બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Jingping again: Supreme power for the third time in a row, said the world needs China

ચીનમાં જિનપિંગ રાજ / ફરી જિનપિંગ જ કિંગ: સતત ત્રીજી વાર સર્વોચ્ચ સત્તા મળી, કહ્યું વિશ્વને ચીનની જરૂર

Priyakant

Last Updated: 12:58 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શી જિનપિંગે  જણાવ્યું કે, વિશ્વને ચીનની જરૂર છે. ચીન વિશ્વ વિના વિકાસ કરી શકતું નથી અને વિશ્વને પણ ચીનની જરૂર

  • ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ફરી એકવાર શી જિનપિંગને દેશના વડા બનાવ્યા 
  • શી જિનપિંગસતત ત્રીજી વખત ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત
  • ચીન વિશ્વ વિના વિકાસ કરી શકતું નથી અને વિશ્વને પણ ચીનની જરૂર: શી જિનપિંગ

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ફરી એકવાર શી જિનપિંગને દેશના વડા બનાવ્યા છે. શી જિનપિંગને સતત ત્રીજી વખત ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શી જિનપિંગે ત્રીજા કાર્યકાળની જાહેરાત બાદ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે પત્રકારોને કહ્યું કે, તમે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું સમગ્ર પક્ષ અને અમારા લોકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું.

શી જિનપિંગે આગળ જણાવ્યું હતું કે, વિશ્વને ચીનની જરૂર છે. ચીન વિશ્વ વિના વિકાસ કરી શકતું નથી અને વિશ્વને પણ ચીનની જરૂર છે. સુધારા અને ખુલ્લાપણું તરફના 40 વર્ષથી વધુના અથાક પ્રયાસો પછી અમે બે ચમત્કાર હાંસલ કર્યા છે. ઝડપી આર્થિક વૃદ્ધિ અને લાંબા સમય સુધી સામાજિક સ્થિરતા. આ સાથે જિનપિંગે વચન આપ્યું હતું કે, તેઓ પક્ષ અને ચીનના લોકોના મહાન વિશ્વાસ માટે તેમની ફરજોના પ્રદર્શનમાં ખંતપૂર્વક કામ કરશે.

મહત્વનું છે કે, શી જિનપિંગે પોતાના નામની જાહેરાત પહેલા જ વિરોધીઓના અવાજને દબાવી દીધા હતા. તેમણે ટોચના નેતૃત્વમાં ઘણા ફેરફારો કર્યા અને સીપીસી બેઠક પહેલા રાષ્ટ્રપતિ હુ જિનતાઓને હાંકી કાઢ્યા. આ સાથે તેમના નજીકના મિત્રોને તેમની નવી સુપર કેબિનેટમાં એન્ટ્રી મળી છે. હવે એવું માનવામાં આવે છે કે, ચીનમાં શી જિનપિંગનો વિરોધ કરવા માટે કોઈ મોટો નેતા નથી. તેઓ મૃત્યુ સુધી ચીનમાં સત્તા પર રહેશે.

નોંધનીય છે કે, શી જિનપિંગ 1949 પછી જન્મેલા પ્રથમ ચીની નેતા છે. જ્યારે માઓની સામ્યવાદી દળોએ લાંબા ગૃહ યુદ્ધ પછી સત્તા સંભાળી હતી. તેમના પિતાના અવસાનને કારણે તેમને ઘણા વર્ષો સુધી પરિવાર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ ધીમે ધીમે પાર્ટીમાં દરેક સ્તરે કામ કરીને આજે જે સ્થાન પર છે તે સ્થાને પહોંચવામાં સફળ રહ્યા. શીને 1969માં કાઉન્ટી-લેવલ પાર્ટી સેક્રેટરી તરીકે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમને 1999માં દરિયાકાંઠાના ફુજિયન પ્રાંતના ગવર્નર બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ 2002માં ઝેજિયાંગ પ્રાંતના પક્ષના વડા અને 2007માં બેઇજિંગ બનાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ