બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jhanvi kapoor relationship with shikhar pahariya confirmed

મનોરંજન / શું જ્હાનવી કપૂરનું ગોઠવાઇ ગયું? ગળામાં પિયાના નામના નેકલેસે જગાવી ચર્ચા

Arohi

Last Updated: 04:33 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jhanvi Kapoor Relationship: બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર લાંબા સમયથી શિખર પહાડિયાને ડેટ કરવાને લઈને ચર્ચામાં છે. જોકે ક્યારેય બન્નેએ પોતાના રિલેશનને કન્ફર્મ નથી કર્યું. પરંતુ હાલમાં જ જાહ્નવી કપૂરે અજાણતા કંઈક એવું કરી નાખ્યું છે જેના કારણે તેનું અને શિખર પહાડિયાનું રિલેશનશિપ કન્ફર્મ થઈ ગયું છે.

બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર લાંબા સમયથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર અને બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરવાને લઈને ચર્ચામાં છે. બન્નેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. અહીં સુધી કે જાહ્નવી કપૂરને શિખરની સાથે ઘણી વખત ધાર્મિક જગ્યાઓ પર પણ સાથે જોવામાં આવી છે.

પરંતુ હજુ સુધી બન્નેમાંથી એકે પણ પોતાના રિલેશન પર કન્ફર્મેશન નથી આપ્યું. અને આ ખબરો પર રિએક્ટ પણ નથી કર્યું. પરંતુ હવે હાલમાં જ જાહ્નવી કપૂરે કંઈક એવું કરી નાખ્યું છે કે લોકોને લાગી રહ્યું છે કે શિખર પહાડિયા સાથે તેણે ડેટિંગ રૂમર્સને કંફર્મ કરી દીધા છે. 

ગળામાં પહેર્યું લોકેટ 
હકીકતે ગઈકાલે જાહ્નવી કપૂર પોતાના પિતા બોની કપૂરના પ્રોડક્શન હાઉસ પર બનેલી ફિલ્મ મેદાનની સ્ક્રીનિંગમાં પહોંચી હતી. તેમાં જાહ્નવીએ ઓલ વ્હાઈટ લુક કેરી કર્યો હતો. વ્હાઈટ બ્લેઝરની સાથે વ્હાઈટ પેન્ટ અને મેચિંગ હીલ્સ પહેરીને એક્ટ્રેસ આ લુકમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. 

જોકે આ સમયે જાહ્નવીના લુકથી વધારે તેમના ગળામાં ચમકતા સિલ્વર પેન્ડેન્ટે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. હકીકતે જાહ્નવીએ પોતાના ગળામાં જે કસ્ટમાઈઝ્ડ નેકલેસ પહેર્યું હતું તેના પર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ "શિકૂ" લખેલું હતું. 

વધુ વાંચો:  14 વર્ષ બાદ વલી મોહમ્મદ બનીને 'હીરામંડી'માં ધમાલ મચાવશે ફરદીન ખાન, કમબેક પર એક્ટર થયા ભાવુક

ભલે જાહ્નવી કપૂરે પોતાના અને શિખર પહાડિયાના રિલેશનશિપને લઈને ક્યારેય વાત ન કરી હોય પરંતુ હવે તેમના ગળામાં શિખરના નામનું લોકેટ જોઈને તેમનું રિલેશનશિપ કન્ફર્મ થઈ ગયું છે. તેના કારણે હવે જાહ્નવી કપૂર ચર્ચામાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News jhanvi kapoor relationship shikhar pahariya જાહ્નવી કપૂર jhanvi kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ