બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Jeffrey Epstein made sex tapes of Trump, Bill Clinton, Prince Andrew: Report

ક્રાઈમ / 'ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી છોકરીઓ સાથે સેક્સ માણ્યું, છોકરીઓની એવી હાલત કરતો કે.. સેક્સ ટેપમાં ખુલાસા

Hiralal

Last Updated: 09:18 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાળા કારનામા સામે આવ્યાં છે. સેક્સ ટેપમા પીડિતાઓનો આરોપ છે કે ટ્રમ્પે અનેક છોકરીઓ સાથે સેક્સ માણ્યું હતું.

  • અમેરિકામાં જેફરી એપેસ્ટેઈન દસ્તાવેજમાં ડોનાલ્ડ ટ્રમ્પના કારનામા ખુલ્યાં
  • સેક્સ ટેપમાં પીડિતાઓના આરોપ
  • ટ્રમ્પને ઘણી છોકરીઓ સાથે હતા સંબંધો 
  • ટ્રમ્પને છોકરીઓની નિપલ સાથે ખેલવાનો હતો ઘણો શોખ 

અમેરિકામાં યૌન શૌષણકાર જેફરી એપેસ્ટેઈન દસ્તાવેજમાં ડોનાલ્ડ ટ્રમ્પના કારનામા ખુલ્યાં છે. જેફરી એપેસ્ટેઈન સાથે મોટા મોટા નેતાઓ અને સેલેબ્સના સંબંધને કારણે 
દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. જેફરી એપેસ્ટેઈન છોકરીઓની તસ્કરી કરનાર માફિયા હતો જેની પાસે અમેરિકાના વર્જિનિયામાં 72 એકરનો એક ખાનગી ટાપુ પણ હતો. તેનું નામ છે – લિટલ સેન્ટ જેમ્સ આઇલેન્ડ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટન ઉપરાંત જેફરી એપસ્ટેઇનના ગ્રાહકોમાં યુકેના પ્રિન્સ એન્ડ્રુનું પણ નામ છે. આ કેસ અમેરિકાની કોર્ટમાં ચાલી રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી છોકરીઓ સાથે જાતીય સંબંધો બાંધ્યા

આ દરમિયાન પીડિતોમાંથી એક સામે આવ્યું છે. તેણે અહેવાલ આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી છોકરીઓ સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા, જેમાંથી એક સારાની મિત્ર હતી. સારાહ રેન્સમે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જેફરી એપસ્ટીનના ન્યૂયોર્ક ટાઉનહાઉસમાં જોવા મળ્યા હતા. પીડિતાએ કહ્યું કે ટ્રમ્પે મને કહેતા કે તેને સ્તનની ડીંટડી ખૂબ પસંદ છે. 
પીડિતાએ એમ પણ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની હરકતોના કારણે તેને ઘણી વખત છોકરીઓના નિપ્પલમાં દુખાવો થતો હતો અને તે તેની સાક્ષી છે. સારાહ રેન્સમનો આરોપ છે કે તેણે ન્યૂયોર્કમાં જેફરી એપ્સ્ટિનના બંગલામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેના મિત્રને જોયો હતો. કોર્ટમાં મૂકવામાં આવેલા દસ્તાવેજમાં સારાહે ડોનાલ્ડ ટ્રમ્પને 'પીડોફિલ (બાળકો પ્રત્યે જાતીયતા ધરાવતા)' તરીકે પણ વર્ણવ્યા છે. તેમણે બિલ ક્લિન્ટન સામે પણ અનેક આક્ષેપો કર્યા છે.

સ્તનની ડીંટડીઓ દબાવીને ચૂસતા-પીડિતાનો આરોપ 
કોર્ટના દસ્તાવેજમાં પીડિતાએ કહ્યું છે કે, "ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી મારી ફ્રેન્ડના સ્તનની ડીંટડીઓ પર ડાઘ ન પડે ત્યાં સુધી આંગળીઓથી દબાવતા હતા અને ચૂસી લેતા હતા." એક સાંજે જ્યારે હું અને મારી ફ્રેન્ડ નહાતા હતા ત્યારે તેણે મને તેના સ્તનની ડીંટડી દેખાડી હતી અને દુખતું હતું તે ખૂબ લાલ પણ થઈ ગઈ હતી. આ માટે ટ્રમ્પને સજા થવી જોઈએ. 

મોટા માથાઓને સંડોવતું સેક્સ રેકેટ
મોટા માથાઓને સંડોવતું દુનિયાનું એક મોટું સેક્સ રેકેટ સામે આવ્યું છે. અમેરિકામાં કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઈન સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને લિસ્ટમાં મોટા મોટા માથાંઓના નામ સામે આવ્યાં છે. આ તમામ મોટા માથાઓએ અનેક વાર છોકરીઓનું યૌન શૌષણ કર્યું હતું જેનો ખુલાસો હવે થયો છે.

હાઈ પ્રોફાઈલ નામોમાં કોણ સામલ 
હાઈ પ્રોફાઈલ નામમાં પ્રિન્સ એન્ડ્ર્યુ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇકલ જેક્સન અને ડેવિડ કોપરફિલ્ડ સામેલ છે. આ દસ્તાવેજો એક કેસની સુનાવણીના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યા છે. જેફરી એપસ્ટેઈનની આરોપી વર્જિનિયાની ઘિસલેન મેક્સવેલ નામની છોકરી સામે કોર્ટમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યાં છે. ઘિસલેન મેક્સવેલ જેફરી એપસ્ટેઈનને છોકરીઓ સપ્લાય કરતી હતી. આ દસ્તાવેજોમાં કુલ 90 લોકોના નામ છે. તે ઉપરાંત આ દસ્તાવેજોમાં નાઓમી કેમ્પબેલ, લિયોનાર્ડો ડિકેપ્રિયો, બ્રેડલી એડવર્ડ્સ, લુઇસ ફ્રીહ, સ્ટીફન હોકિંગ, જ્યોર્જ લુકાસ, જેસન રિચાર્ડ્સ, કેવિન સ્પેસી, બ્રુસ વિલિસ અને ડેનિયલ વિલ્સન જેવા નામ પણ સામેલ છે. આ લોકો જેફરી એપસ્ટીનની નજીક હોવાનું કહેવાય છે. 

બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ 
દસ્તાવેજોમાં જાતીય શોષણ કરવામાં આવેલા પીડિતોના નિવેદનો પણ શામેલ છે. એક પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપસ્ટેઇને તેને કહ્યું હતું કે બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ છે. પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે એપસ્ટેઇનના પામ બીચ મેનસન ખાતે માઇકલ જેક્સન અને પ્રખ્યાત જાદુગર ડેવિડ કોપરફિલ્ડને મળી હતી. જોકે 2019માં, ક્લિન્ટને એપસ્ટેઇન સાથે અફેર હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. 

કોણ છે જેફરી એપસ્ટેઈન અને તેણે શું કર્યું 
જેફરી એપસ્ટેઈન અમેરિકાનો યૌન ગુનેગાર છે. એપસ્ટેઇને અનેક સગીર વયની છોકરીઓનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એપસ્ટીન પર આરોપ છે કે તેણે મેનહટન, પામ બીચ, ફ્લોરિડા અને સેન્ટ થોમસ નજીકના તેના ખાનગી ટાપુ પર અનેક છોકરીઓ પર રેપ કર્યો હતો. એપ્સ્ટેઇનને 2019માં જેલમાં મોકલવામાં આવ્યો હતો. એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરી હતી. જે બાદ એપસ્ટીન સામેના આરોપોને પડતા મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2021માં તેના પાર્ટનર ઘિસલેન મેક્સવેલને દોષી જાહેર કરાઈ હતી.  મેક્સવેલને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ