ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / JEE Advanced 2021 date announced, such a student will get a discount

પરીક્ષા / JEE Advanced 2021ની તારીખ જાહેર, આવા વિદ્યાર્થી હશે તેને મળશે છૂટછાટ

Published By: Nirav

Last Updated: 09:28 PM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JEE MAIN પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન 16 ડિસેમ્બરે શરૂ થયા હતા 16 જાન્યુઆરી 2021 સુધી તે ચાલુ રહેવાના છે, વિદ્યાર્થીઓ જો કે 17 જાન્યુઆરી સુધી ફી પેમેન્ટ કરી શકે છે. જો કે આજે JEE Advanced 2021 ની તારીખો આજે જાહેર કરવામાં આવી હતી. આગામી 3 જુલાઇ 2021 ના રોજ આ પરીક્ષા યોજાશે.

ADVERTISEMENT

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ દ્વારા તારીખ જાહેર કરાઇ 
  • આગામી 3 જુલાઇના રોજ યોજાશે JEE Advanced 2021 ની પરીક્ષા 
  • JEE MAIN ની પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલએ આજે જાહેરાત કરતાં કહ્યું હતું કે JEE Advanced 2021 3 જુલાઈએ યોજવામાં આવશે, જ્યારે કે JEE MAIN 23 થી 26 ફેબ્રુઆરીની વચ્ચે NTA દ્વારા યોજવામાં આવશે. 

આવા વિદ્યાર્થીઓને મળશે છૂટછાટ 

આ સિવાય અન્ય ઘણી મહત્વપૂર્ણ બાબતો અંગેની પણ ઘોષણાઓ કરવામાં આવી હતી. જેમ કે જે વિદ્યાર્થીઓ JEE Advanced 2020 માં નથી ભાગ લઈ શક્યા તેમને કોરોનાના લીધે JEE MAIN 2021માં ભાગ લીધા વિના જ JEE Advanced 2021 માટે એન્ટ્રી આપવામાં આવશે. 

આ સિવાય પણ સરકાર દ્વારા બીજો મહત્વનો નિર્ણય એ કરવામાં આવ્યો હતો કે JEE MAIN ના 75 ટકા કટઑફ વાળો જે  નિયમ હતો તેને દૂર કરી નાખવામાં આવ્યો છે. જો કે એક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું હતું કે અરાઉન્ડ 2.5 લાખ જેટલા JEE MAIN ના વિદ્યાર્થીઓને JEE Advanced 2021 ની પરીક્ષા આપવા દેવામાં આવશે, જો કે તેમને આ માટે પરીક્ષાના જે માપદંડો હશે તેને પૂરા કરવા પડશે.

આટલી ભાષામાં આપી શકાશે પરીક્ષા 

આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે હવેથી JEE MAIN ની પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી સિવાય અન્ય 10 પ્રાદેશિક ભાષાઓમાં પણ આપી શકાશે, આ માટે આસામી, બંગાળી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂના વિકલ્પ હશે જે વિદ્યાર્થીઓ પસંદ કરી શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

JEE Advanced 2021 JEE Exam JEE Main પરીક્ષા Exam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ