બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Jay Chauhan, who was hit by Tathya car, is still bedridden after 70 days

ઈસ્કોન અકસ્માત / તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ, લાખો ખર્ચ્યા પણ પરિણામ શૂન્ય, પરિવારે કહ્યું દીકરાની પીડા નથી જોઈ શકાતી

Vishal Khamar

Last Updated: 04:26 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનાં આરોપી તથ્ય પટેલે 9 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઈજાગ્રસ્ત યુવક જે હજુ પણ કોમામાં છે. યુવકનાં પિતા દ્વારા તથ્ય પટેલને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

  • અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ
  • તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ
  • અમે માનસિક અને આર્થિક બન્ને રીતે ભાંગી ગયા: ભાઈલાલ ચૌહાણ

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ હાલ જેલમાં છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્થ થયા હતા. ત્યારે અ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવક હજુ પણ કોમામાં છે. તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ છે. 70 દિવસની સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પરિણામ શૂન્ય છે. 

લાચાર માતા-પિતાની આંખોની સામે પથારીવસ છે જય ચૌહાણ
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 20 વર્ષીય જય ચૌહાણ અકસ્માતનાં 70 દિવસ બાદ પણ ગુમસુમ છે. અકસ્માતનાં 70 દિવસ બાદ પણ જય ચૌહાણ હજુ પથારીવશ છે. ત્યારે જયને ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઘરે જવાની રજા આપી દીધી છે. ત્યારે 2 મહિનાની સારવાર અને લાખો રૂપિયાનો ખર્ચ છતાંય પરિણામ શૂન્ય છે. જયનો પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. લાચાર માતા-પિતાની આંખોની સામે પુત્ર હજુ પણ પથારીવશ છે. જે જોઈ પિતા ભાઈલાલ ચૌહાણ પુત્રની પરિસ્થિતિ જોઈ હિંમત હારી ગયા છે. 20 વર્ષનાં નિર્દોષ જય ચૌહાણની હાલત જોઈને પરિવાર ગમગીન છે. ઈશ્વર ભરોસે જય બોલશે તેવી આશા સાથે હાલ પરિવાર લાચાર છે. 

જય ચૌહાણનાં અકસ્માત પહેલાનાં પરિવાર સાથેનો ફોટો

આગળની સારવાર માટે સિવિલ હોસ્પિટલ જવા કહેવાયુંઃ જય ચૌહાણ
જય ચૌહાણનાં પિતા ભાઈલાલા ચૌહાણે VTV news સાથે પુત્રની આવી સ્થિતિને વાતચીત દરમ્યાન નિવેદન આપ્યું છે કે, અમે 70 દિવસથી પીડાઈ રહ્યા છીએ. ત્યારે ઝાયડસ હોસ્પિટલ દ્વારા જય ચૌહાણને ઘરે જવા રજા આપી દીધી છે. તેમજ આગળની સારવાર માટે પરિવારને સિવિલ હોસ્પિટલ જવાનું કહેવાયું છે. અમે માનસિક અને આર્થિક બંને રીતે ભાંગી ગયા છે. જય ક્યારે બોલતો થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેમજ બેફામ ગાડી ચલાવનારા તથ્યને કડક સજા થવી જોઈએ તેવી યુવકનાં પિતા દ્વારા માંગણી કરી છે. જય કોઈને ઓળખી શકતો નથી. બોલી શકતો નથી. સબંધીઓએ અમને મદદ કરવા કહ્યું છે. ત્યારે હાલ તો જયની ઘરે સારવાર કરી રહ્યા છે. બેફામ ગાડી ચલાવનારને કડક સજા થવી જોઈએ. ત્યારે હવે અમને તમામ આશા ભગવાન પર છે. 

ભાઈલાલ ચૌહાણ (જયનાં પિતા)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ