બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jawan actress priyamani says she wont kiss or do intimate scenes on screen

મનોરંજન / પતિને જવાબ આપવા પડે છે, સારું નથી લાગતું...: કિસીંગ સીનને લઈને સ્ટાર અભિનેત્રીએ જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 11:53 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Actress Priyamani: 'જવાન' ફિલ્મની એક્ટ્રેસ પ્રિયામણીએ જણાવ્યું છે કે તે ફિલ્મોમાં કિસ કે ઈન્ટીમેટ સીન કેમ નથી કરતી. પ્રિયામણી આ કારણે અત્યાર સુધી ઘણી પ્રોજેક્ટ ઠુકરાવી ચુકી છે.

  • ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન નથી કરવા માંગતી પ્રિયામણી 
  • સાસરી અને પરિવારના લોકો જુએ તે માટે નથી કમ્ફર્ટેબલ 
  • હું બીજા પુરૂષને કિસ ન કરી શકુંઃ પ્રિયામણી

'ધ ફેમિલી મેન'માં જોવા મળેલી સાઉથ એક્ટ્રેસ પ્રિયામણી હાલ પોતાની બે હિંદી ફિલ્મો, 'મેદાન' અને 'જવાન'ને લઈને ચર્ચામાં છે. પ્રિયામણી બે દશકથી સિનેમાનો ભાગ છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આ પ્રિયામણી ઓનસ્ક્રીન કિસિંગ કે ઈન્ટીમેટ સીન્સથી દૂર રહે છે. તેમણે પોતાના કોન્ટ્રાક્ટમાં 'નો કિસિંગ' ક્લોઝ એડ કરેલો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mani Raj (@pillumani)

પ્રિયામણીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મી પડદા પર કિસ કે ઈન્ટીમેટ સીન ન કરવાનું કારણ જણાવ્યું હતું. પ્રિયામણીએ કહ્યું કે તે તેમાં સહજ નથી અનુભવતી અને ક્યારેય પણ ઓનસ્ક્રીન કિસ નથી કરવા માંગતી. એક્ટ્રેસે કહ્યું કે તેણે પતિને જવાબ આપવો પડે છે. 

પડદા પર કિસ કરવી પર્સનલ ચોઈસ 
નેશનલ એવોર્ડ જીતી ચુકેલી પ્રિયમણીએ કહ્યું કે ફિલ્મી પડદા પર કિસ કરવી કે ન કરવી તેમની પર્સનલ ચોઈસ છે. એક્ટ્રેસે આ બધી વાતો એક ઈન્ટરવ્યૂમાં જણાવી. પ્રિયામણીએ કહ્યું કે તે ફિલ્મોમાં વધારેમાં વધારે ફક્ત ગાલ પર કિસ કરી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mani Raj (@pillumani)

ઓનસ્ક્રીન કિસ માટે નથી કમ્ફર્ટેબલ 
પોતાની 'નો કિસિંગ' પોલિસીના વિશે પ્રિયામણીએ કહ્યું, "હું ઓનસ્ક્રીન કિસ નહીં કરૂ. તેના માટે મારા તરફથી ના છે. હું જાણું છું કે આ ફક્ત એક રોલ અને મારૂ કામ છે. પરંતુ પર્સનલ રીતે કહું તો જો હું ઓનસ્ક્રીન કિસ બીજા આદમીને કિસ કરવી પડે તો હું સહજ નથી. એવું એટલા માટે કારણ કે મારે મારા પતિને જવાબ આપવો પડશે."

ઈન્ટીમેટ સીનના કારણે ઠુકરાવ્યા ઘણા પ્રોજેક્ટ
પ્રિયામણીએ મુસ્તફા રાજે સાથે લગ્ન કર્યા છે. તેમણે 23 ઓગસ્ટ 2017માં એક ખાનગી સમારોહમાં એક બીજાનો હાથ થામ્યો હતો. પ્રિયામણીએ જણાવ્યું કે શો His Storyમાં પ્રિયામણીને એક્ટર સત્યદીપ મિશ્રાની સાથે ઈન્ટીમેટ સીન કરવાનો હતો. પરંતુ એક્ટ્રેસ તેમાં સહજ ન હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mani Raj (@pillumani)

તેમણે જણાવ્યું, "હું ગાલ પર એક કિસથી વધારે કોઈ પણ વસ્તુને લઈને સહજ નથી. મારી પાસે એવા ઘણા પ્રોજેક્ટ આવ્યા જેમાં આવા સીન્સ હતા. અને મેં તેમને કહ્યું કે હું આમા સહજ નથી. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ