11માં દિવસે પણ શાહરૂખની જવાન ફિલ્મ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે. મૂવીએ દુનિયાભરમાં 800 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.
જવાન ફિલ્મની 11માં દિવસે જબરી કમાણી
બોક્સ ઓફિસનો આંકડો 800 કરોડને પાર
ફિલ્મે પહેલા દિવસે 75 કરોડની કમાણી કરી હતી
Jawan Box Office Collection Day 11: શાહરૂખ ખાનની ફિલ્મ જવાન દિવસોદિવસ વધુને વધુ કમાણી કરી રહી છે. ભારતમાં ભલે આ ફિલ્મ 500 કરોડનો આંકડો પાર નથી કરી શકી પરંતુ વિશ્વભરમાં જવાને 800 કરોડથી વધારે કમાઈ લીધાં છે.
“JAWAN” is running RIOT in Evening shows across the Country, Second Monday collection will be HUGE… Film will collect In the vicinity of 13-15 cr net. Bhai @iamsrk is on FULL DESTRUCTION MOOD… FULL TABAAHI🔥🔥🔥🔥#Jawan#SRK#JawanCreatesHistorypic.twitter.com/2LHLkfl1Mw
11માં દિવસે જબરી કમાણી
બોક્સ ઓફિસ ટ્રેકરનાં આંકડાઓ અનુસાર 11માં દિવસે જવાન ફિલ્મે 36.50 કરોડની કમાણી કરી છે. જે બાદ ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 477.28 કરોડ થયું છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો જવાને 800.1 કરોડનો આંકડો હાસિલ કર્યો છે. જે રેકોર્ડ બ્રેકિંગ છે.
જવાને 10 દિવસમાં કમાયા 400 કરોડ રૂપિયા
સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલીની ફિલ્મ જવાને 10 દિવસની અંદર જ 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એવામાં શાહરૂખ ખાને મન્નતની બાલકનીમાં આવીને લોકોને થેન્ક્યું કહ્યું.
એટલીએ જવાનની સિક્વલ પર મોટી અપડેટ આપી
જવાનની જોરદાર સફળતા બાદ એટલીએ ફિલ્મની સિક્વલને લઈને મોટું અપડેટ આપ્યું છે. એટલીએ કહ્યું કે તેણે આજ સુધી ક્યારેય તેની કોઈ ફિલ્મની સિક્વલ બનાવી નથી, પરંતુ આજે નહીં તો કાલે તે જવાનનો આગળનો ભાગ લાવશે. ડિરેક્ટર એટલી કુમારે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન એટલીએ કહ્યું કે તેણે હંમેશા તેની તમામ ફિલ્મોનો અંત ખુલ્લો રાખ્યો છે.