બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Jamnagar North 78 assembly seat BJP candidate Rivaba Jadeja special conversation with VTV News
Last Updated: 06:14 PM, 1 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં જામનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ના સ્થાને ભાજપમાંથી રિવાબા મેદાનમાં ત્યારે જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
ADVERTISEMENT
ત્રિપાંખીયા જંગની કોઈ અસર વર્તાશે નહી: રિવાબા
જેમાં રીવાબાએ દિવસ રાત એક કરી મહેનત કરતા કાર્યકરોની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જેમાં માઇક્રોપ્લાનિંગ અને રણનીતિ સાથે આગળ વધી રહ્યા હોવાની વાતને રિવાબા સૂર પુરાવ્યો હતો. વધુમાં ગુજરાત ચુંટણીમાં આપની એન્ટ્રીને લઇને ત્રીપાંખિયા જંગ વિષે વાત કરતાં તેમણે કહ્યું હતું. ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો ન હોવાથી ત્રિપાંખીયા જંગની કોઈ અસર વર્તાશે નહી તેવો દાવો કરી રિવાબાએ કહ્યું હતુ કે, ગુજરાતની જનતા હંમેશા ભાજપની સાથે જ છે અને રહેશે. બીજી બાજુ પરિવાર સાથેની ચૂંટણી લડાઈ અંગે રિવાબાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.