બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Jamnagar Marketing Yard Housefull, Farmers Adequate Income
ADVERTISEMENT
જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થતાનાં પરિણામે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું. આજે 260 વાહનો ધાણા ભરીને આવતા યાર્ડ તંત્ર પણ વિસામણમાં મુકાઈ ગયા. યાર્ડના સતાધીશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. સારી ઉપજ અને સારા ભાવના કારણે ખેડૂતો પણ ખુશ થઇ ગયા છે.
જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કર્યાની જાહેરાત કરી છે. સારી ઉપજ અને સારા ભાવના કારણે ખેડૂતો પણ રાજી રાજી થઈ ગયા છે. તો બીજી તરફ માર્ચ એન્ડિંગના કારણે ચાલુ મહિનાના અંતિમ સપ્તાહમાં યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી.
આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.