ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:41 AM, 25 May 2026
ADVERTISEMENT
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો એક કુૌટુંબિક વિવાદ હિંસક બની ગયો હોવાની ઘટના સામે આવી છે. પત્ની પર પતિની હત્યાનું કાવતરું રચવાની શંકા વ્યક્ત થયા બાદ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ 40 વર્ષીય બીપીનભાઈ મારખીભાઈ કરમુર, જે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને ગોકુલનગરના સરદારનગર શેરી નં. 1 વિસ્તારમાં રહે છે તેમણે શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની ભાનુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ 8 એપ્રિલ 2026ના રોજ બીપીનભાઈ પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. મુલાકાત દરમિયાન તેમને એવી શંકાસ્પદ વાત સાંભળવા મળી કે તેમની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહી હતી અને તેમાં તેમને નુકસાન પહોંચાડવાની ચર્ચા થઈ રહી હતી.
આ વાત સાંભળતાં જ બીપીનભાઈએ પુરાવા તરીકે પત્ની પાસે તેનો મોબાઈલ ફોન જોવા માંગ્યો હતો. પરંતુ ભાનુબેનએ ફોન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ ઇનકાર પછી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને પરિસ્થિતિ ઝડપથી તણાવભરી બની ગઈ હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ થઈ જાઓ તૈયાર ! આવી ગઈ શિક્ષકોની વધુ એક ભરતી, જાણો અરજીથી લઈ તમામ વિગતો
ADVERTISEMENT
ફરિયાદ મુજબ મોબાઈલમાં રહેલી વાત બહાર આવી જશે તેવી આશંકાથી ભાનુબેન ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ઘરમાં પડેલું ક્રિકેટનું બેટ હાથમાં લઈ પતિ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બીપીનભાઈને ડાબા હાથ સહિત શરીરના અનેક ભાગે ઈજાઓ પહોંચી હતી. જણાવવામાં આવે છે કે તેમને કુલ પાંચથી છ જેટલા ઘા વાગ્યા હતા.આ ઘટનાની વચ્ચે ભાનુબેનએ બીપીનભાઈને ગાળો આપી અને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં બીપીનભાઈએ બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT