બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / jammu kashmir army probing brigadier level officer in connection with poonch civilian deaths

કાર્યવાહી / સેનાના બ્રિગેડિયર કમાન્ડરે શું કર્યું? તેમની સામે સેનાએ કેમ લીધું એક્શન, સામે આવ્યું મોટું અપડેટ

Kishor

Last Updated: 10:43 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ત્રણ નાગરિકોના મોત મામલે સેનાએ બ્રિગેડિયર સ્તરના અધિકારી વિરુદ્ધ તપાસ બેસાડતા ચર્ચા જાગી છે.

  • જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ત્રણ નાગરિકોના મોતનો મામલો
  • સેનાએ બ્રિગેડિયર સ્તરના અધિકારી વિરુદ્ધ તપાસ
  •  13 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર કમાન્ડર સામે કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ત્રણ નાગરિકોના મોતના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સેનાએ બ્રિગેડિયર સ્તરના અધિકારી વિરુદ્ધ તપાસ બેસાડતા ચર્ચા જાગી છે. વધુમાં તેમને અટેચ કરીને અધિકારી સામે કાર્યવાહી કરાઈ છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર 13 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર કમાન્ડર સામે આ કાર્યવાહી કરાઈ છે. સાથે જ આ અધિકારીના વિસ્તારમાં થયેલ આતંકવાદી હુમલામાં જવાનોના શહીદ થવાની ઘટનાઓની પણ ઊંડી તપાસ કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરમાં વધુ એક ટેરર કિલિંગ, આતંકીઓએ હેડ કોન્સ્ટેબલને ઘરમાં ઘૂસીને  માળી ગોળી, સેનાનું ઓપરેશન શરૂ | Head constable martyred in terrorist attack  in Jammu and ...

બ્રિગેડિયર કમાન્ડર સામે કાર્યવાહી
આપને જણાવી દઈએ કે રાજૌરી-પૂંછ સેક્ટરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જવાનોએ શહીદી વ્હોરી હતી. બાદમાં ત્રણ નાગરિકોને હુમલા સંબંધિત પૂછપરછ માટે અટકાત કરાઈ હતી. જોકે બાદમા આ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. જેને લઈને સેનાએ તપાસના આદેશ છોડ્યા બાદ શરૂઆત બ્રિગેડિયર કમાન્ડર સામે કાર્યવાહીથી જ કરાઈ હતી.

4 જવાનોએ શહીદી વ્હોરી હતી

21 ડિસેમ્બરે સાંજે લગભગ 4.45 વાગ્યે આ ગોઝારી ઘટના સામે આવી હતી. આતંકવાદીઓએ રાજૌરી/પૂંછના સુરનકોટ સબડિવિઝનમાં ડેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેના જંગલમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 4 જવાનોએ શહીદી વ્હોરી હતી જ્યારે ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં આર્મી ચીફ મનોજ પાંડે સોમવારે રાજૌરી દોડી જઇ સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જ્યા સેનાના અધિકારીઓએ માહિતી આપી હતી.

 ગુપ્તચર નેટવર્ક મજબૂત કરવાની જરૂર

બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે આવી આતંકવાદી હુમલાને લઈને ગુપ્તચર એજન્સીને માહિતીની નિષ્ફળતા જવાબદાર ઠેરવી હતી. તેઓએ કહ્યું કે ગુપ્તચર નેટવર્ક મજબૂતી ઝંખી રહ્યું છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે આપણે સ્થાનિક લોકોની પસંદગી કરવી જોઈએ અને પોલીસ અને સેનામાં પણ તરીકે તેમની ભરતી કરવી જોઈએ. જે આતંકવાદીઓને તેમના સ્થાનથી બહાર કાઢવામાં મદદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ