બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Jambaz jawans of Ahmedabad Fire Brigade saved 806 lives in one year

સેવાને સલામ / ખરા યોદ્ધા.! અમદાવાદ ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ એક વર્ષમાં 806 જિંદગી બચાવી, 2245 આગની ઘટનાઓ

Vishal Khamar

Last Updated: 12:03 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જ નહીં, પણ સમગ્ર દેશમાં અમદાવાદ ફાયર બ્રિગેડની સેવાનાં વખાણ થઈ રહ્યાં છે. અન્ય રાજ્યોમાં ફાયર બ્રિગેડના જવાનો લોકોની મદદ માટે દોડી જાય છે.

  • ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ એક વર્ષમાં ૮૦૬ જિંદગી બચાવી
  • તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૨૪૫ અંગાર કોલ મળ્યા
  • ફાયર બ્રિગેડ વિભાગે લોકોની ભારે પ્રશંસા મેળવી

 મ્યુનિ. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો દ્વારા આગ, અકસ્માત કે ભૂકંપ કે પૂર જેવી માનવીય કે કુદરતી આપદાના સમયે પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોના જાનમાલની રક્ષા કરવામાં આવે છે. ગુજરાત જ નહીં, પણ સમગ્ર દેશમાં અમદાવાદ ફાયર બ્રિગેડની સેવાનાં વખાણ થઈ  રહ્યાં છે. હોઈ ચોમાસામાં પૂરની આફતમાં સપડાતા બિહાર, ઝારખંડ જેવાં રાજ્યોમાં ફાયર બ્રિગેડના જવાનો લોકોની મદદ માટે દોડી જાય છે. આ વિભાગ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ખૂબ પ્રશંસનીય કામગીરી કરાઈ છે. તેમાં પણ વિભિન્ન સ્થળોએ લાગેલી નાની-મોટી આગના બનાવોમાં ફસાયેલા કુલ ૮૦૬ લોકોને સહી-સલામત બહાર કાઢીને આ જવાનોએ લોકોનાં દિલ જીતી લીધાં છે.

તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૯,૫૨૫ કોલ મળ્યા
મ્યુનિ. ફાયર બ્રિગેડના વડા જયેશ ખડિયા પાસેથી મળેલી સત્તાવાર માહિતી મુજબ તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૯,૫૨૫ કોલ મળ્યા હતા, જેમાં સૌથી વધુ ડેડ બોડી વાનના ૨૫,૦૩૧ કોલ હતા, જ્યારે એમ્બ્યુલન્સ માટે ૧૬,૧૮૭ કોલ નોંધાયા હતા તેમજ અંગાર કોલની સંખ્યા કુલ ૨૨૪૫ની હતી.
તંત્રને મળેલા કુલ કોલમાંથી ભલે અડધો અડધ કોલ ડેડબોડી વાનના હતા, પરંતુ તેનાથી અંગાર કોલ મળતાં લોકોને બચાવવા તત્કાળ ઘટના સ્થળે દોડી જનારા ફાયર બ્રિગેડના બહાદુર જવાનોની કામગીરીનું મૂલ્યાંકન લેશમાત્ર ઓછું કરવા જેવું નથી.
ફાયર બ્રિગેડ વિભાગે લોકોની ભારે પ્રશંસા મેળવી
કેમ કે ફાયર બ્રિગેડ દ્વારા ૪૩૦ પુરુષ, ૨૫૭ સ્ત્રી અને ૧૧૯ બાળકોને આગની ભયાનક જ્વાળાઓમાંથી હેમખેમ રીતે બહાર કઢાયા હતા. આમ કુલ ૮૦૬ મહામૂલી જિંદગીનું રક્ષણ કરીને ફાયર બ્રિગેડ વિભાગે લોકોની ભારે પ્રશંસા મેળવી છે. જ્યારે આગની નાની-મોટી દુર્ઘટનામાં ભડથું થઈને મોતને ભેટનારા કુલ ૧૦ લોકોના મૃતદેહને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા હતા, જેમાં ચાર પુરુષ, બે સ્ત્રી અને ચાર બાળકની લાશ હતી.
૫૦ પુરુષે ૮ સ્ત્રી અને ત્રણ બાળકને ફાયર બ્રિગેડે બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા
આ ઉપરાંત દાઝેલી કે ઘાયલ અવસ્થા ધરાવતા કુલ ૬૧ લોકોને પણ ફાયર બ્રિગેડના જવાનોએ આગની ભીષણ જ્વાળામાં કૂદીને તેમને સુખરૂપ બહાર કાઢી તેમના કીમતી જીવનની રક્ષા કરી હતી. ૫૦ પુરુષે ૮ સ્ત્રી અને ત્રણ બાળકને ફાયર બ્રિગેડે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ