બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Jailed accused Narayan Sai in Surat rape case bail plea rejected, Asaraman moved forward
Last Updated: 05:35 PM, 20 February 2024
દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં બંધ નારણસાંઈની પિતા આસારામને મળવા માટેની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. નાદુરસ્ત તબિયત નું કારણ દર્શાવી તેમજ ઉંમરલાયક પિતાનું પોતે એક માત્ર પુત્ર સંતાન હોવાની વાત આગળ ધરીને હંગામી જામીન માંગતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ હતી... જેને પુરાવાનો અભાવ અને અમુક ત્રુટિને કારણે રદ કરવામાં આવી.... હાઇકોર્ટ દ્વારા આજે આ અરજી ફગાવી દેવામાં આવી હતી.. જેને પગલે અરજી પરત ખેંચવામાં આવી હતી..
ADVERTISEMENT
આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને તેણે હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે. ત્યારે નારાયણ સાઈએ પોતાના પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા હતા.
ADVERTISEMENT
કોર્ટે કહ્યુ હતું કે આશારામને હવે સારવારમાંથી ડિસ્ચાર્જ કરી જેલમાં મોકલી દેવાયા છે.. કોર્ટના કડક વલણ બાદ નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.