બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / Vadodara MP released hit and run accused from police station

વડોદરા / હિટ એન્ડ રનના આરોપી કુશ પટેલને સાંસદ મેડમ પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા: કહ્યું- આ તો જિંદગીનો અનુભવ છે

Priyakant

Last Updated: 11:08 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Hit And Run Latest News: વડોદરામાં સાંસદ રાખે તેને કોણ ચાખે જેવો ઘાટ જોવા મળ્યો, સાંસદ રંજનબેન ભટ્ટ માત્ર પોણા બે કલાકમાં જ હીટ એન્ડ રનના આરોપીને છોડાવી ગયા

Vadodara Hit And Run : રાજ્યમાં દરરોજ એકાદ-બે હિટ એન્ડ રનની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. વિગતો મુજબ વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલ કારચાલકે અડફેટે લીધા હતા. આટલું જ નહિ આ બેફામ કારચાલકને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ એક્ટીવાને ટક્કર માર્યા બાદ તેને ભાગી જવાનો ન માત્ર પ્રયાસ કર્યો પણ તેનો પીછો કરતાં વ્યક્તિઓને પણ આ માથાભારે ચાલકે અડફેટે લેવાનો પ્રયાસ કર્યો. જોકે બાદમાં ચાલક પકડાઈ ગયો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા.

આ ઘટનામાં ટ્વીસ્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે આરોપી નબીરાને છોડાવવા ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા. જે આરોપીની રાત્રે 8:25 કલાકે આરોપીની ધરપકડ થઇ અને માત્ર પોણા બે કલાકમાં જ 10:15 વાગે જામીન પર ખુદ સાંસદ છોડાવી ગયાં હતાં. હવે આ ઘટનાને વડોદરામાં એવી ચર્ચા છે કે, જો તમે સાંસદ રંજનબેન ભટ્ટને ઓળખતા હોવ તો હિટ એન્ડ રન કેસમાં પણ પોલીસ તમારું કંઇ નહીં બગાડી શકે.

સંસ્કારી નગરી વડોદરામાં એક હિટ એન્ડ રનની ઘટના બને છે અને આરોપીને છોડાવવા ખુદ સાંસદ મેદાનમાં ઉતરે છે. વાત જાણે એમ છે કે, આ ઘટના પછી વડોદરામાં સાંસદ રાખે તેને કોણ ચાખે જેવો ઘાટ જોવા મળ્યો છે. આ કેસની વિગત જોઈએ તો વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો. જેમાં રોંગસાઇડમાં આવતા 2 વિદ્યાર્થીને કારચાલક કુશ પટેલે કચડવાનો પ્રયાસ કરતાં ફતેગંજ પોલીસ આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. 

સાંસદ રંજનબેન ભટ્ટે પહેલો સગો તે પાડોશી ધર્મ નિભાવ્યો ? 
આ તરફ આરોપી કુશ પટેલ સામે ફરિયાદ નોધાઇ ગયા બાદ ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. 2 વિદ્યાર્થીને ટક્કર મારનાર હિટ એન્ડ રન કેસના આરોપી કુશ પટેલ સાંસદ રંજનબેન ભટ્ટનો પાડોશી છે. સાંસદ રંજનબેન ભટ્ટે પહેલો સગો તે પાડોશી ધર્મને અપનાવી કાયદાને કોરણે કરી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને છોડાવી ગયા. વિગતો મુજબ અકસ્માત બાદ ભાગી જવાના કેસમાં આરોપી કુશ પટેલ પહેલાથી જ 2 ગુનાને અંજામ આપી ચૂક્યો છે.

સાંસદનો વીડિયો પણ થયો વાયરલ, કહ્યું-આ તો જિંદગીનો અનુભવ છે 
આ તરફ સાંસદે કાયદો અને ટ્રાફિક સુરક્ષાની ઐસીતૈસી કરી ગંભીર ગુનો આચરનારને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા હતા. હિટ એન્ડ રનના આરોપીના આરોપીને પોલીસ સ્ટેશનમાં છોડાવવા ગયેલા સાંસદનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ આરોપી કુશ પટેલ સાથે હાથ મીલાવી રહ્યા છે. આ સાથે આ વિડીયોમાં સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને કહી રહ્યા છે કે, આ તો જિંદગીનો અનુભવ છે. 

અકસ્માત કરનાર કારમાં યુવતી સહિત 3 લોકો હતાં
વડોદરાના રાજમહેલ રોડ પર કાર આંતરી લોકોએ આરોપી  ઈસમને રાવપુરા પોલીસને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો. આ તરફ પૂછપરછમાં ચાલક ન્યૂ સમા રોડ મુક્તિધામ સોસાયટીનો 20 વર્ષીય કુશ પટેલ હોવાનું ખૂલ્યું હતું. આ સાથે કારમાં યુવતી સહિત 3 લોકો હતા જેમાંથી યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ફોટોસેશન માટે જતાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપી ઈસમ સામે આઇપીસી કલમ 279, 337, 338 અને મોટર વ્હીકલ એક્ટ 117, 184 અને 134 હેઠળ ગુનો નોંધાયો હતો.

વધુ વાંચો: ચૂંટણી વિના જ રાજ્યસભાના સાંસદ બની જશે ભાજપના ચારેય ઉમેદવાર, વિધાનસભામાં બમ્પર બહુમતના કારણે બિનહરીફ

જાણો શું કહી રહ્યા છે સાંસદ ? 
આ તરફ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કહી રહ્યા છે કે, હું દિલ્હીથી આવી ત્યારે મને જાણ થઈ. મારી પહેલાં બંને ઇજાગ્રસ્તને મળવા સોસાયટીના લોકો ગયા હતા. ઇજાગ્રસ્તે ફરિયાદ કરી નથી. આ સાથે સાંસદે કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્તના કાકા સાથે વાત કરી તો તેમણે પણ ફરિયાદ કરવાની ના પાડી હતી. તો વળી તેમણે ઉમેર્યું કે, અકસ્માત કરનાર યુવકને જામીન મળ્યા બાદ ઘરે લવાયો છે. બંને પક્ષે સમાધાન થાય તેવો આશય હતો, જે થયું તે ખોટું થયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ