બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / All four BJP candidates will become Rajya Sabha MPs without elections

રાજ્યસભા ચૂંટણી / ચૂંટણી વિના જ રાજ્યસભાના સાંસદ બની જશે ભાજપના ચારેય ઉમેદવાર, વિધાનસભામાં બમ્પર બહુમતના કારણે બિનહરીફ

Priykant Shrimali

Last Updated: 04:19 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Elections 2024 Latest News: રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, ગુજરાતથી રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે

Rajya Sabha Elections 2024 : ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતથી રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે. આ તરફ હવે રાજ્યસભાની ચૂંટણીમાં ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. આ બધાની વચ્ચે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું છે. 

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આ તરફ હવે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે. જોકે આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે ફોર્મ ઓરત ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું તો એક અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું છે. જેથી હવે ભાજપમાંથી જાહેર કરાયેલ 4 ઉમેદવારો રાજ્યસભામાં જશે. આ અંગે આજે જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત આજે થશે. આ તરફ  કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. મહત્વનું છે કે, 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.

કોણ છે જે.પી. નડ્ડા ?

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે 
  • જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
  • બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
  • BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી 
  • શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
  • પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા 
  • રાજ્ય અને કેન્દ્રમાં  મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
  • વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે 
  • મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા 

ગોવિંદ ધોળકિયા કોણ છે?

  • દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
  • હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
  • નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
  • વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
  • હાલ 4800 કરોડની નેટવર્થ
  • લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
  • 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
  • શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
  • બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
  • શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
  • રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
  • પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
  • હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી

વધુ વાંચો: US જવાની લાલચમાં એક ટાપુ પર ફસાયા 9 ગુજરાતીઓ: હાઇકોર્ટમાં થયો મોટો ખુલાસો

મયંક નાયક કોણ છે?

  • ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
  • મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
  • મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
  • મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Rajya Sabha Elections 2024 જે પી નડ્ડા બિનહરીફ ભાજપ મયંક નાયક રાજ્ય સભા રાજ્યસભા ચૂંટણી 2024 Rajya Sabha Elections 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ