બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 9 Gujaratis stranded on an island trying to go to US

BIG NEWS / US જવાની લાલચમાં એક ટાપુ પર ફસાયા 9 ગુજરાતીઓ: હાઇકોર્ટમાં થયો મોટો ખુલાસો

Priyakant

Last Updated: 08:27 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Illegal Foreign Entry Latest News: હાઇકોર્ટે પૂછ્યું તેઓ જે ટાપુ ઉપર હોય ત્યા પણ તેમને પાછા કેવી રીતે લવાય ? તો અરજદારના વકીલનાં કહેવા મુજબ ફ્રાન્સના નિયમો મુજબ વધુમાં વધુ એક વર્ષની સજાની જોગવાઈ, તમામને પેન્લટી ભરીને પાછા લાવી શકાય

Illegal Foreign Entry : કેરેબિયન ટાપુમાં 2023માં ફસાયેલા 9 ગુજરાતીઓ મામલે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં અરજદારોએ હાઈકોર્ટ સમક્ષ મહત્વના ખુલાસા કર્યા હતા. અરજદારોએ જણાવ્યુ હતુ કે, ફસાયેલા 9 લોકો ગેરરાયદે અમેરિકા જઈ રહ્યા હતા. તેઓ US જવા કેરેબિયન સીમામાં આવેલા ફ્રાન્સના ગુવાદુલૂપ ટાપુ પર ફરવા ગયા હતા. ટાપુ પરથી તે તમામ 3 ફેબ્રુઆરી 2023ના રોજ ગુમ થયા હતા. જેની છેલ્લી માહિતી અનુસાર તેઓ ગુવાદુલૂપ ટાપુ પર હોવાની શક્યતા છે. 

ફ્રાંસના કેરેબિયન ટાપુમાં 2023માં ફસાયેલા 9 ગુજરાતીઓ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, તેઓ જે ટાપુ પર હોય ત્યા પણ તેમને પરત કઈ રીતે લાવી શકાય. તેમને હાલ ક્યા રખાયા હશે ? આ ઘટનાને લઈ ઈન્ડિયન એમ્બેસેડર ગુવાદુલૂપ ટાપુ પર ગયા હતા. આ મામલે વકીલના જણાવ્યાનુસાર આવા આરોપીઓ માટે ફ્રાન્સના નિયમો પ્રમાણે 1 વર્ષની સજાની જોગવાઈ છે. પરંતુ તેમને દંડની ભરપાઈ કરી પરત લાવી શકાય છે.

જાણો શું છે સમગ્ર મામલો ? 
એવી વાત સામે આવી છે કે, 9 ગુજરાતીઑ કે જે છેલ્લા 1 વર્ષથી ગુમ છે. જેને લઈ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ તરફ કેન્દ્ર સરકાર તરફથી પણ આ ગુમ થયેલ લોકોની ભાળ મળી શકે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે કેરેબિયન ટાપુમાં ફસાયેલા 9 ગુજરાતીઓ મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે. આ તરફ હવે અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારોનો મોટો ખુલાસો સામે આવ્યો છે. વિગતો મુજબ તેઓ ગેરકાયદે US જઈ રહ્યા હતા અને તમામ ડોમિનીકા ટાપુથી US જતા હતા. ગેરકાયદે US જવાના ઈરાદે 9 લોકો કેરેબિયન સીમાં આવેલા ફ્રાન્સના ગુવાદુલૂપ ટાપુ ઉપર ફરવા ગયા હતા. જ્યાં ટાપુ ઉપરથી 3 ફેબ્રુઆરી 2023ના રોજ ગુમ થયા હતા. 

વધુ વાંચો: સરકાર અને ખેડૂતોની મીટિંગ ફેલ: ફરી ઉગ્ર થશે આંદોલન, દિલ્હી કૂચનું પણ એલાન

અરજદારોના વકીલે કહ્યું કે, હોડીમાં કોમનવેલ્થ ડોમિનિકાથી સેન્ટ માર્ટીન ટાપુ ઉપર જતા રહ્યાં હોવાની વાત મળી હતી. જે આધારે હવે છેલ્લી માહિતી મુજબ તેઓ ગુવાદુલૂપ ટાપુ ઉપર હોવાની શક્યતા છે. જેને લઈ કોર્ટે પૂછ્યું કે, તેઓ જે ટાપુ ઉપર હોય ત્યા પણ તેમને પાછા કેવી રીતે લવાય અને તેમને હાલ ક્યાં રખાયા હશે ? જેને લઈ અરજદારના વકીલનાં કહેવા મુજબ ફ્રાન્સના નિયમો મુજબ વધુમાં વધુ એક વર્ષની સજાની જોગવાઈ છે, જોકે તમામને પેન્લટી ભરીને પાછા લાવી શકાય છે. આ તરફ હવે આ જાહેરહિતની અરજીની વધુ સુનાવણી 15 માર્ચના રોજ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ