બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / jacques kallis posted a photo with his new born baby girl and mother charlie

ગૂડ ન્યૂઝ / 47 વર્ષીય દિગ્ગજ ક્રિકેટરના ઘેર આવી 'લાડકી', પુત્રીની તસવીર શેર કરતાં યુવરાજે આપ્યાં અભિનંદન

Vaidehi

Last Updated: 07:12 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jacques Kallis becomes Father: સાઉથ આફ્રિકાની દિગ્ગજ ખેલાડી જેક કાલિસ 47 વર્ષની ઉંમરે બીજી વખત પિતા બન્યાં છે. સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો.

  • સાઉથ આફ્રિકાનાં પૂર્વ ક્રિકેટર જેક કાલિસે આપી ખુશખબર
  • જેક અને પત્ની ચાર્લીને આવ્યું બીજું બાળક
  • સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી આપી માહિતી

સાઉથ આફ્રિકાનાં પૂર્વ ક્રિકેટર જેક કાલિસનાં ઘરમાં નવું મહેમાન આવ્યું છે. 47 વર્ષની ઉંમરમાં આ દિગ્ગજ ખેલાડી દ્વિતીય વખત પિતા બન્યાં છે. કાલિસની પત્ની ચાર્લીને બુધવારે સુંદર દીકરીને જન્મ આપ્યો છે. કાલિસ પહેલાથી જ એક પુત્રનાં પિતા છે જેનો જન્મ 2020માં થયો હતો.

જેક કાલિસે ફેન્સને આપી ખુશખબર
કાલિસે આ ખુશખબર સોશિયલ મીડિયાની પોસ્ટ કરી આપી હતી. તેમણે  ઓપરેશન થિયેટરની અંદરની ફોટો શેર કરી હતી જેમાં પત્ની બેડ પર છે જેના હાથમાં નાનકડી બાળકી છે.

'અમારી દીકરી 2.88 કિલોગ્રામની છે'

કાલિસે પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે'અમે તમને અમારી સુંદર દીકરી ક્લોઈ ગ્રેસ કાલિસથી મળાવવા ઈચ્છીએ છીએ જેનો જન્મ આજે થયો છે. અમારી દીકરી 2.88 કિલોગ્રામની છે. તે અત્યારે પોતાના પિતાને પોતાની પાસે રહેવા માટે મજબૂર કરી રહી છે. માં અને દીકરી બંને એકદમ સ્વસ્થ છે. જૉશી પણ પોતાની બહેનને મળીને ખુશ છે. તમારા સૌના મેસેજ, ફોન કોલ અને ફૂલ મોકલવા બદલ આભાર. '

યુવરાજસિંહે પણ આપી વધામણી
ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કાલિસને શુભેચ્છા આપતાં લખ્યું કે 
'ઘણી - ઘણી વધામણી જેક સર. ' આ સિવાય ડેવિડ મિલર અને ક્રિસ લિને પણ આ અવસરે વધામણી આપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ