બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It was decided in the cabinet meeting that assistance will be given to the traders in the flood areas

BIG NEWS / પૂરઅસરગ્રસ્ત રેંકડી, નાના દુકાનદાર અને વેપારી માટે કેબિનેટ બેઠક મોટો નિર્ણય, ગુજરાત સરકાર આપશે આ સહાય

Dinesh

Last Updated: 11:29 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લોન-સબસીડીમાં રાજ્ય સરકાર સહાય કરશે

  • કબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીનું નિવેદન
  • પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે: ઋષિકેશ પટેલ
  • 'નાના વેપારીઓ, રેકડીવાળાઓને સહાય અપાશે'


આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કબિનેટની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, જે બેઠકમાં કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જે મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાયની જાહેરાત બાદ હવે વેપારીઓને પણ સહાય અપાશે.

'પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે'
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લોનમાં સબસીડીમાં રાજ્ય સરકાર સહાય કરશે તેમજ રેંકડી, નાના દૂકાનો સહીતના વ્યાપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે. જે મુદ્દે બે દિવસમાં સત્તાવાર સરકાર જાહેરાત કરશે. જેમાં વરસાદથી થયેલા નુકશાન બાબતે વધુ છ જિલ્લામાં સહાય આપવામાં આવશે

ઋષિકેશ પટેલનું નિવેદન
 ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, PM મોદીને સત્કારવા અને અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ એરપોર્ટ ખાતે પહોંચવાની છે, PM મોદીના અભિવાદન માટે મહિલાઓ ત્યાં એકઠી થવાની છે અને જ્યાં મહિલાઓને PM સંબોધવાના પણ છે. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશ

'ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય'
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.

'બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય'
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.  વધુમાં મંત્રીએ કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકશાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે  બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે.

'અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી'
મંત્રીએ ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી , બનાસકાંઠા, મહિસાગર જિલાલામાં આજદિન સુધીમાં અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. 77 લાખ 45 હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી કરાઇ છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકશાન પામેલ ઘરવખરી માટે રૂ. 4 કરોડ 96 લાખ 77 હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ