બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / વડોદરા / IT raids on more than 35 places in vadodara

એક્શન / અમદાવાદ બાદ વડોદરામાં પણ ITનો સપાટો: 35 જગ્યાએ મેગા સર્ચમાં કરોડોની આવક, શંકાસ્પદ વસ્તુઓ મળી

Khyati

Last Updated: 10:17 AM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં આર્કિટેક રુચિર શેઠ સહિત 35 જગ્યાએ ITના દરોડા, કુલ રુ.50 કરોડની બિનહિસાબી આવક ઝડપાઇ

  • મહાનગરોમાં આઇટી વિભાગનું સર્ચ ઓપેરશન
  • વડોદરામાં 35 જગ્યાએ IT નું સર્ચ ઓપરેશન
  • આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં દરોડા

ભ્રષ્ટાચારીઓને સકંજામાં લેવા આઇટી વિભાગે કમર કસી છે. અમદાવાદ બાદ વડોદરામાં IT વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે.  ભ્રષ્ટાચારીઓને ઝડપી પાડવા માટે વડોદરામાં આઇટી વિભાગે 35 જગ્યાએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.  એક બાદ એક મહાનગરોમાં ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડતા મોટા માથાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે

વડોદરામાં 35 જગ્યાએ ITની તપાસ

વડોદરામાં આઇટી વિભાગે દર્શનમ ગ્રુપ, વિહાવ ગ્રુપ, સમૃદ્ધિ ગ્રુપ, સાંઇ રૂચિ ગ્રુપમાં દરોડા પાડીને તમામ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની હાજરીમાં આઇટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.  આ તમામ ગ્રુપ સાથે સંલગ્ન બેંક એકાઉન્ટ, નાણાકીય વ્યવહારો, લોકરો તથા જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.  બેંક લોકરમાંથી રોકડ અને જ્વેલરી મળી આવી છે.  કુલ રુ.50 કરોડની બિનહિસાબી આવક ઝડપાઇ છે.

આર્કિટેક રુચિર શેઠને ત્યાં દરોડા

વડોદરના નામાંકિત આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં પણ આઇટીની ટીમ ત્રાટકી છે. રુચિર શેઠની ઓફિસ તથા બંગ્લોમાં તપાસ કરવામાં આવી રહી છે. બેંક એકાઉન્ટ, બેનામી વ્યવહારો, અપ્રમાણસર મિલકત તથા દસ્તાવેજોને લઇને હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે.. વહેલી સવારથી જ પોલીસ પ્રોટેક્શન સાથે આઇટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

 

અમદાવાદમાં  31 સ્થળોએ દરોડા 

અમદાવાદમાં પણ સોમવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.  અમદાવાદના લગભગ 31 સ્થળો પર આઇટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. બાગબાન ગ્રુપ પર આઇટીની ટીમ ત્રાટકી હતી.આ ગ્રુપ જર્દા, પેકેજિંગ,કન્સ્ટ્રકશન અને FMCG સાથે સંકળાયેલું છે. કૌશિક, રાજેન્દ્ર અને તેજસ મજેઠિયાને ત્યાં તપાસ કરવામાં આવી હતી. સિંધુભવન પર આવેલી  ઑફિસ અને બંગલામાં પણ આઇટીની ટીમ તપાસ કરવામાં આવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ