સુરત આવકવેરાની ટીમ દ્વારા સંગીની અને અરિહંત જૂથ પર દરોડા પાડવામાં આવ્યા છે જેને લઈ કરચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સંગીની અને અરિહંત જૂથ પર દરોડનો મામલો
14 ખાનગી લોકરો ખોલવામાં આવ્યા
લોકરોમાં 20 કરોડ રોકડ અને દાગીના મળી આવ્યા
સુરત સંગીની અને અરિહંત જૂથ પર IT વિભાગનો સપાટો
સુરત શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગ દ્વારા દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવકવેરાની ટીમ દ્વારા સુરતના સંગીની બિલ્ડર ગ્રુપ અને અરિહંત જૂથ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરાની ટીમ દ્વારા વહેલી સવારથી કાર્યવાહી કરી હતી.
આ અગાઉ પણ બન્ને જૂથના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા
કાર્યવાહી દરમિયાન આવકવેરાની ટીમે બંને જૂથના 14 ખાનગી લોકરો સીઝ કરવામાં આવ્યા છે. જેની તપાસમાં લોકરમાંથી 20 કરોડ રૂપિયા રોકડા અને બિન હિસાબી દાગીના પણ મળી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બન્ને જૂથમાંથી 650 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા હતાં.