બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / IT raids in many places including Sangini Builder Group

દરોડા / સુરતમાં આવકવેરા વિભાગનો સપાટો, સંગીની બિલ્ડર ગ્રુપ સહિત અનેક જગ્યાએ ITના દરોડા

Kiran

Last Updated: 12:37 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત આવકવેરાની ટીમ દ્વારા સંગીની બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે જેને લઈ અનેક ઉદ્યોગકારો અને બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

  • સુરતમાં આવક વેરાના દરોડા
  • સંગીની બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા
  • ફાયનાન્સ કરનારને ત્યાં પણ દરોડા

સુરત શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગ દ્વારા દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરત આવકવેરાની ટીમ દ્વારા સંગીની બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંગીની બિલ્ડગ ગ્રુપની સાથે સંગીની બિલ્ડર ગ્રુપના બે ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 

સંગીની બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા

આ ઉપરાંત બિલ્ડર ગ્રુપને ફાયનાન્સ કરનાર લોકોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આવેકવેરા વિભાગે સપાટો બોલાવતા અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ અને અશેષ દોશીને ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, બેનામી સંપત્તિ કે આવક કરતા વધુ સંપત્તિની ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે અગાઉ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરતમાં સવારથી જ આવેકવેરા વિભાગ ધામા નાખતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ