બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / It is mandatory to have this item in all vehicles from October 1, Gadkari announced in the Rajya Sabha

6 મહિનાની વાર / તમામ વાહનોમાં આ વસ્તુ રાખવી ફરજિયાત, અકસ્માતમાં જીવ બચાવવા સરકારે બનાવ્યો નવો નિયમ

Hiralal

Last Updated: 10:47 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ એક્સિડન્ટમાં લોકોના જીવ બચાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો નિયમ બનાવ્યો છે જે 1 ઓક્ટોબરથી લાગુ પડશે.

  • કાર ચાલકો અને તેમાં બેસનારની સલામતી માટે નવો નિયમ
  • 1 ઓક્ટોબરથી કારમાં રાખવી પડશે ઓછામાં ઓછી એરબેગ્સ
  • કેન્દ્રીય રોડ મિનિસ્ટર નીતિન ગડકરીએ રાજ્યસભામાં કરી જાહેરાત 

કેન્દ્રીય રોડ મિનિસ્ટર નીતિન ગડકરીએ રાજ્યસભામાં એવું જણાવ્યું કે જો કારમાં એરબેગ્સ કામ કરતી હોત તો 2020ના વર્ષમાં ઓછામાં ઓછા 13,022 લોકોના જીવ બચી ગયા હોત. ગડકરીએ કહ્યું કે વાહન ચાલકો અને તેમાં બેસનાર લોકોની સલામતી માટે નવા નિયમ બનાવાઈ રહ્યાં છે.

1 ઓક્ટોબરથી તમામ વાહનોમાં 6 એરબેગ રાખવી પડશે 
ગડકરીએ કહ્યું કે પરિવહન મંત્રાલયે 1 ઓક્ટોબરથી એક નવો નિયમ લાગુ પાડવાની યોજના બનાવી છે. તમામ વાહનોમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જોઈએ જેમા સાઈડ એરબેગ્સનો પણ સમાવેશ થાય છે. ગડકરીની જાહેરાત બાદ 1 ઓક્ટોબરથી તમામ વાહનોમાં સાઈડ સહિત ઓછઆમાં ઓછી 6 એરબેગ્સ રાખવી પડશે. 

દર વર્ષે અકસ્માતમાં 1.5 લાખ લોકોના મોત-ગડકરી 

ગડકરીએ કહ્યું કે વાહનોની સીધી ટક્કર બાદ એરબેગ્સના ઉપયોગથી 2020માં ઓછામાં ઓછા 8598 લોકોના જીવન બચાવી શકાય હોત. તેમણે કહ્યું કે દર વર્ષે આપણે પાંચ લાખ અકસ્માતનો સામનો કરવો પડે છે અને અકસ્માતમાં 1.5 લાખ લોકોના મોત થાય છે. આવી ઘટના અટકાવવા અમે સંખ્યાબંધ પગલાં ભરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે વાહનોમાં 6 એરબેગ્સ રાખવી ફરજિયાત છે. 
 
2020માં વાહનોની સીધી ટક્કરમાં 25,289 લોકોના મોત

ગડકરીએ કહ્યું કે 2020માં વાહનોની સીધી ટક્કરમાં ઓછામાં ઓછા 25,289 લોકોના મોત થયા હતા અને એરબેગ્સ હોત તો તેમાંથી 30 ટકા લોકોના જીવન બચી શક્યા હોત. 

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari nitin gadkari news કાર એરબેગ્સ નીતિન ગડકરી નીતિન ગડકરી ઈન રાજ્યસભા nitin gadkari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ