બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / It is considered an inauspicious sign if the lamp goes out while performing the puja

માન્યતા / પૂજા કરતી વખતે દીવડો ઓલવાઈ જવો કેમ અશુભ? આ ધાર્મિક કારણ છે જવાબદાર

Kishor

Last Updated: 11:07 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા કરતી વખતે દીવો બુજાઈ જાય તો અશુભ સંકેત માનવામાં આવે છે. તો આવો જાણીએ વિસ્તારથી આ પાછળની ધાર્મિક કારણ શું છે?

  • હિન્દુ ધર્મમાં પૂજા અને દિવાનું વિશેષ મહત્વ
  • પૂજા દરમિયાન દીવો રામ ન થાય તે ધ્યાનમાં રાખવું
  • આરતી સમયે દીવો રામ થઈ જવો તે અશુભ હોવાનો સંકેત

દરેક લોકો કોઈને કોઈ ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમની પૂજા-અર્ચના કરતા હોય છે. ભગવાનની પ્રતિ પોતાની શ્રદ્ધા પ્રગટ કરવા માટે લોકો પૂજા-પાઠ કરતા હોય છે. ત્યારે એવો પણ દાવો કરવામાં આવે છે કે જો સાચા મનથી પૂજા અર્ચના કરવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. પરંતુ તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે પૂજા કરતી વખતે દીવો બુજાઈ જાય તો અશુભ સંકેત માનવામાં આવે છે. તો આવો જાણીએ વિસ્તારથી આ પાછળની ધાર્મિક કારણ શું છે?

આ માન્યતાના કારણે પૂજામાં ભગવાનની સામે રોજ કરાય છે દીવો, શનિદોષથી રાહતની  સાથે મળશે ધન પ્રાપ્તિ પણ | the importance of lightening deepak hindu  mythology


દીવા વગર તમામ પૂજા અધૂરી

હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે આ દરમિયાન દીવો કરવો શુભકારી માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને સવારે સાંજે ઘરમાં પૂજાપાઠ વેળાએ પણ દીપક પ્રગટાવવામાં આવે છે અને દીવા વગર તમામ પૂજા અધૂરી માનવામાં આવે છે. તો ઘરમાં દીવો પ્રગટાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે તેવી પણ માન્યતા છે.

પૂજામાં ઘી નો દીવો તમારી ડાબી બાજુ અને તેલનો દીપક જમણી બાજુ પ્રગટાવો જોઇએ |  worship tips about diya in puja

આટલું ધ્યાન રાખવું જોઈએ!

પૂજા સમયે દીવો બુજાઇ જવાના અનેક કારણો હોય છે પરંતુ હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર પૂજા દરમિયાન દિપક બુજાય તો તે પુરા મનથી પૂજા ન કર્યોનું કારણ માનવામાં આવે છે. બીજો અર્થ એવો પણ નીકળે છે. કે દેવી-દેવતાઓ તમારાથી નારાજ છે અને આરતી સમયે દીવો રામ થઈ જવો તે અશુભ હોવાનો સંકેત પણ આપે છે. આવી સ્થિતિ વચ્ચે જ્યારે પૂજા વેળાએ દીવો અચાનક બુજાઈ જાય તો ઈશ્વરની માફી માંગી ફરી વખત દીવો કરી શકાય છે. આથી પૂજા શરૂ કરતી પહેલા દેવામાં પૂરું ઘી અથવા તેલ હોવું જોઈએ જેને લઈને દીવો આસાનીથી બુજાઈ શકતો નથી. સાથે સાથે દીવાબત્તીની લંબાઈ પણ મધ્યમાં રાખવી જોઈએ અને દિવામાં હવા ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ