બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / IT department raids continue in Ahmedabad, loan sharks' benami transactions worth Rs 500 crore uncovered

કાર્યવાહી / અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, વ્યાજખોરોના રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યા

Ajit Jadeja

Last Updated: 12:54 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજુ દેસાઈ, ગૌરાંગ દેસાઈએ 5 થી 20 ટકાના વ્યાજે લોકોને કરોડો રૂપિયા ધીર્યા હોવાના હિસાબો પકડાયા

Ahmedabad IT Raids : અમદાવાદમાં આયકર વિભાગના દરોડા ચોથા દિવસે પણ યથાવત છે. નવરંગપુરાની ગોપાલ ડેરી અને આશ્રમ રોડની રિવર વ્યૂ હોટલના માલીકો ત્યા આઇટીની તપાસ હજુ પણ ચાલી રહી છે. શહેરના મોટા વ્યાજખોરોના ત્યા પડેલા દરોડામાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો,મળ્યા છે.માલિક રાજુ દેસાઈ, ગૌરાંગ દેસાઈએ 5 થી 20 ટકાના વ્યાજે લોકોને કરોડો રૂપિયા ધીર્યા હોવાના હિસાબો પકડાયા છે. તેમજ અનેક એન્ટ્રી પણ મળી આવી છે. જે તપાસમાં બંને ભાઈ સહયોગ આપતા ન હોવાથી તપાસ લંબાવાઈ છે.

20 ટકા વ્યાજે લોકોને રૂપિયા આપ્યા

અમદાવાદમાં મોટા વ્યાજખોરોને ત્યા આઇટીની તપાસ યથાવત છે. સતત ચોથા દિવસે ઇન્કમટેક્ષની તપાસ અનેક ખુલાસા થયા છે. ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલમાં તપાસ કરતા બેનામી વ્યવહાર મળ્યા છે. ઈન્કમટેક્સને અત્યાર સુધીમાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે. રોકડ, દાગીના, બેન્ક એકાઉન્ટ અને બેન્ક લોકરની વિગતો મળી આવી છે. દેસાઇ બંધુ વર્ષોથી વ્યાજે નાણાં ફેરવવાનો ધંધો કરતા હોવાનું ખુલ્યું છે. લોકોને ઘણા ઊંચા દરે પૈસા ધીરતા હોવાની પણ વિગત સામે આવી છે. આયકર વિભાગના અધિકારીઓએ ઓફિસ અને નિવાસસ્થાન પરથી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે. હોટલના માલિક રાજુ દેસાઈ,ગૌરાંગ દેસાઈ મોટા વ્યાજખોરો હોવાનું સામે આવ્યુ છે. જેઓ 5 થી 20 ટકાના વ્યાજે લોકોને કરોડો રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે.

ચુંટણી પહેલા જ મોટી કાર્યવાહી

લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આઇટી વિભાગે મોટી કાર્યવાહી  કરી છે. અમદાવાદમાં બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. અધિકારીઓને અનેક બેનામી દસ્તાવેજો પણ મળ્યા છે જેની તપાસ ચાલી રહી જ્યારે હોટલના માલિકો વ્યાજ પણ વસુલતા હોવાનું સામે આવ્યુ છે. જેઓ ઉચુ વ્યાજ વસુલતા હતા. નોધનીય છે કે અગાઉ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી અને જ્વેલર્સને ગ્રૂપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ એક એવી રણનીતિ જેના દમ પર ભાજપને ચૂંટણીમાં મળે છે દમદાર જીત, સમજો મિશન 400 પાર માટેનું પોલિટિકલ ગણિત

બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે

ગુજરાતમાં એક તરફ લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ છે ત્યારે આવકવેરા વિભાગ શહેરમાં એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ આવકવેરા વિભાગની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રૂપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. 20થી વધુ બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. સતત ચોથા દિવસે પણ સર્ચ ચાલી રહ્યુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ