બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Politics / અમદાવાદ / A strategy on the basis of which the BJP gets a resounding victory in the elections

લોકસભા ચૂંટણી 2024 / એક એવી રણનીતિ જેના દમ પર ભાજપને ચૂંટણીમાં મળે છે દમદાર જીત, સમજો મિશન 400 પાર માટેનું પોલિટિકલ ગણિત

Ajit Jadeja

Last Updated: 08:28 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

303માંથી 104 વર્તમાન સાંસદોને હટાવવાથી ભાજપને ચૂંટણીમાં શું ફાયદો થશે? શું આ ભાજપની નવી વ્યૂહરચના છે કે આ પાર્ટીની ચૂંટણી લડવાની રીત છે?

2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2014 અને 2019 કરતા પણ મોટી જીત હાંસલ કરવાનું સપનું જોઈ રહી છે. આ માટે પાર્ટી દરેક પગલા સાવધાની સાથે ઉઠાવતી જોવા મળી રહી છે. 2019 જેવી જ ફોર્મ્યુલા ફરીથી અપનાવવામાં આવી રહી છે. ભાજપે 370નો લક્ષ્યાંક હાંસલ કરવા અને NDA માટે 400 પ્લસનો ટાર્ગેટ પુર્ણ કરવા 104 સીટીંગ સાંસદોને ટિકિટ આપી નથી. મતલબ કે 100થી વધુ સાંસદો ચૂંટણી મેદાનમાંથી બહાર કરી દીધા છે. 2014 અને 2019ની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠથી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. આ વખતે ભાજપે મેરઠથી ટીવીના રામ એટલે કે અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલે રાજેન્દ્ર અગ્રવાલનું સ્થાન લીધું છે, જેમણે આ બેઠક પર સતત ત્રણ જીત નોંધાવીને હેટ્રિક નોંધાવી હતી.

આખરે ભાજપનું મેરઠ સાથે શું કનેક્શન છે?

ભાજપે મેરઠથી પોતાના ઉમેદવાર બદલ્યા પરંતુ આ શહેરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની પરંપરા બદલાઈ નથી. સૌ પ્રથમ નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણી માટે 2 ફેબ્રુઆરીના મેરઠમાં એક રેલી સાથે તેમના પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પહેલા 28 માર્ચે પીએમ મોદીની પહેલી રેલી મેરઠમાં યોજાઈ હતી. હવે લોકસભા ચૂંટણી 2024 માટે તેમની પહેલી રેલી 30 માર્ચે મેરઠમાં યોજાવા જઈ રહી છે. તેવી જ રીતે 2017 અને 2022ની યુપી વિધાનસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીની પ્રથમ ચૂંટણી રેલીનું પણ મેરઠમાં આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી ભાજપ પ્રચારની શરૂઆત મેરઠથી કરવાનું શુભ માને છે. ભાજપનું માનવું છે કે શરૂઆતમાં મેરઠથી મળેલી તાકાત યુપીના બીજા ખૂણા પૂર્વાંચલ સુધી વિસ્તરે છે.

ટિકિટ કાપવામાં ભાજપની 'સદી'

દરેક વખતે મેરઠથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને જંગી જીત હાંસલ કરી લેવી, બીજેપી આવા ભ્રમમાં નથી જોવા મળી. આ વખતે પણ ભાજપનું સૌથી વધુ ધ્યાન વિજેતા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર છે. 370 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મોટો છે, આ માટે દરેક યોગ્ય ઉમેદવારની પસંદગી મોટુ ફેક્ટર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 303 ઉમેદવારો જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જેમાંથી મોદી સરકારના 10 કેન્દ્રીય મંત્રીઓ સહિત અત્યાર સુધીમાં 104 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. 2019ની ચૂંટણી પહેલા પણ ભાજપે તેના 282માંથી 119 સાંસદોની ટિકિટ કાપી હતી. એટલે કે લગભગ 42 ટકા સાંસદોને ફરી ટિકિટ મળી નથી. આ વખતે ભાજપ લગભગ 450 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે, જેમાંથી લગભગ 90 ટકા એટલે કે 402 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

કયા મોટા સાંસદોની ટિકિટ કપાઈ?

ભાજપે અત્યાર સુધીમાં લગભગ 34 ટકા વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. જેમાં વરુણ ગાંધી, પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી, દર્શના જરદોશ, રમેશ પોખરિયાલ નિશંક, પ્રતાપસિંહા, જનરલ વીકે સિંહ, અનંત હેગડે, અશ્વિની ચૌબે, હર્ષ વર્ધન, ગૌતમ ગંભીર જેવા મોટા નામ સામેલ છે.  જનરલ વીકે સિંહની જગ્યાએ અતુલ ગર્ગને ગાઝિયાબાદથી ટિકિટ મળી છે. વીકે સિંહે પોતાની વધતી જતી ઉંમરનું કારણ આપીને ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે પીલીભીતના વરુણ ગાંધી લાંબા સમયથી પોતાની પાર્ટી અને સરકાર વિરુદ્ધ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ વખતે તેમના સ્થાને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બરેલીથી 8 વખતના સાંસદ સંતોષ ગંગવારની ટિકિટ રદ કરવામાં આવી છે. વધતી જતી ઉંમર ટાંકવામાં આવી હતી. તેમની જગ્યાએ છત્રપાલ સિંહ ગંગવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ મળી નથી. અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ આલોક શર્મા મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત ઉત્તર કન્નડમાંથી છ વખતના સાંસદ અનંત હેગડે ચૂંટણી નહીં લડે. હેગડે વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને હેડલાઇન્સમાં રહ્યા હતા. વિશ્વેશ્વર હેગડે હવે તેમનું સ્થાન લેશે. ભાજપે ગુના સીટ પરથી સાંસદ કેપી યાદવની જગ્યાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

શું છે ભાજપનું લક્ષ્ય?

2024ની ચૂંટણીમાં ભાજપ પાસે ત્રણ મુખ્ય લક્ષ્યો છે - 50 ટકાથી વધુ વોટ શેર મેળવવા, સ્ટ્રાઈક રેટ વધારીને 80 ટકા કરવા અને એનડીએને 400થી વધુ બેઠકો મેળવવામાં મદદ કરવી.

કેવી છે કોંગ્રેસની તૈયારી?

ભાજપે અત્યાર સુધી તેની છ યાદીમાં 402 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા ચાર યાદી પણ બહાર પાડવામાં આવી છે. કોંગ્રેસ લગભગ 280 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે, જેમાંથી 193 બેઠકો પર ઉમેદવારોના નામ સામે આવ્યા છે. કોંગ્રેસે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અજય રાયને ટિકિટ આપી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને તમિલનાડુના શિવગંગાઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે, ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. આ અંગે હજુ સસ્પેન્સ છે. ભાજપે રાયબરેલી સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત બે શહેરોમાં ફાટી નીકળ્યો રોગ, હોસ્પિટલમાં દર્દીઓનો ટ્રાફિકજામ

કેટલા કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ ચૂંટણી મેદાનમાં છે?

હવે ભાજપ ઓછામાં ઓછા 30-40 વધુ ઉમેદવારોના નામ જાહેર કરશે, તેથી માનવામાં આવે છે કે આ સિવાય ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ પણ કપાઈ શકે છે. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ઉમેદવારી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, અત્યાર સુધીમાં 104 ટિકિટ કપાઈ હોવા છતાં ભાજપ પાસે ચૂંટણી લડનારા મોટા નેતાઓની કોઈ કમી નથી. પાર્ટીએ 7 કેન્દ્રીય મંત્રીઓ, 3 કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને 7 પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ