બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Disease outbreak in two cities including Ahmedabad traffic jam of patients in hospital

ચિંતામાં વધારો / અમદાવાદ સહિત બે શહેરોમાં ફાટી નીકળ્યો રોગ, હોસ્પિટલમાં દર્દીઓનો ટ્રાફિકજામ

Vishal Khamar

Last Updated: 11:16 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં ગરમી સાથે રોગચાળો વકર્યો છે. સાથે જ H1N1 ના કેસમાં વધારો જોવા મળ્યો છે. તો ફરી એકવાર કોરોના એ દસ્તક દીધી છે. ત્યારે જોઈએ શહેરની રોગચાળા ને લઈને શુ છે પરિસ્થિતિ છે.

રાજ્યમાં ઠંડી બાદ આવેલી ગરમી સાથે રોગચાળો વકર્યો છે. જેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના 855 કેસ નોંધાયા છે. કોલેરાના 4 કેસ આવતાં મ્યુનિ.એ છેલ્લા 3 મહિના દરમિયાન કરેલી પાણીની તપાસમાં 157 સેમ્પલ અનફીટ આવ્યા છે. અર્થાત્ આ પાણી પીવાલાયક હતું નહીં. અનફીટ સેમ્પલમાંથી સૌથી વધુ 98 દક્ષિણ ઝોનના હતા. 2023માં પણ દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 414 પાણીના સેમ્પલ અનફીટ સેમ્પલ પુરવાર થયા હતા. તો માર્ચના 24 દિવસમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

આ સાથે જ H1N1 na કેસમાં પણ વધારો નોંધાયો છે. જ્યાં શહેરમાં 173 કેસ નોંધાયા જે ગત વર્ષના માર્ચ મહિનામાં 100 કેસ હતા. તો આ વર્ષના કેસમાં અસારવા સિવિલમાં H1N1 5 દર્દીને નોંધાયા દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીમાં દર્દી છે. 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિલિટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. દર્દીઓમાંથી 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડ ના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબીડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજન પર રખાયા છે. 

ડો. રાકેશ જોશી (સુપ્રિટેન્ડન્ટ, અસારવા સિવિલ)

શહેરમાં વધેલા રોગચાળામાં ઝાડા-ઊલટીના 562, કમળાના 85, ટાઇફોઇડના 204, તેમજ કોલેરાના 4 કેસ સામે આવ્યા છે. પાણીજન્ય રોગચાળો વકરતાં કરવામાં આવેલી તપાસમાં પકડાયું હતું કે, 406 કિસ્સામાં પાણીમાં ક્લોરિન હતું જ નહીં. તો છેલ્લા 24 દિવસમાં પાણીના સેમ્પલોની ચકાસણીમાંથી 60માં બેક્ટેરિયા પકડાયો હતો. દાણીલીમડામાં પાણીના સૌથી વધુ 32, બહેરામપુરામાં 24, વટવામાં 18, લાંભામાં 11, ઈસનપુરમાં 6, મણિનગરમાં 1 સેમ્પલ ફેલ પુરવાર થયું હતું. ઉપરાંત ગોમતીપુરમાં 3, વિરાટનગરમાં 3, નિકોલમાં 2, સરસપુરમાં 3, કુબેરનગરમાં 2, મક્તમપુરામાં 4, ચાંદખેડામાં 2 સેમ્પલમાં પાણીમાં બેક્ટરિયા મળ્યા હતા.  જે એજ બતાવે છે કે શહેરમાં ક્યાંક પીવા લાયક પાણી નથી. તો ઋતુના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. 

રાજકોટ શહેરમાં રહેલી સવારે ઠંડી તો બપોરે આક્રમક તડકા પડી રહ્યા છે ત્યારે રોગચાળાના કેસમાં પણ વધારો નોંધાયો છે ગયા સપ્તાહમાં સરકારી દવાખાનામાં 1500 થી વધુ શરદી ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા હતા. ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા હતા. સામાન્ય તાવના 281 કેસ નોંધાયા હતા.ઝાડા ઉલ્ટીના 192 કેસ નોંધાયા હતા..ટાઇફોઇડ તાવના 02 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળા નો સૌથી વધુ પ્રકોપ પછાત વિસ્તારોમાં જોવા મળ્યો હતો.
 

વધુ વાંચોઃ સુરતીઓને કોણ પસંદ? મુકેશ દલાલ કે નિલેશ કુંભાણી, જ્ઞાતિના સમીકરણથી રસાકસી

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ જે રોગચાળો વકરીઓ છે તેમનું કારણ એ છે કે સવારમાં ઠંડુ વાતાવરણ હોય છે જ્યારે બપોરે 40 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જતું હોય છે આ ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર છે જેમના કારણે રોગચાળો વોકર્યો છે. શહેરીજનો માટે ચિંતાનો કારણ કહી શકાય તે સીઝનલ ફ્લૂ કે જે ભૂતકાળમાં સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાતો હતો તે ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સીઝનલ ફ્લુ ની કેટેગરી એ અને કેટેગરી બિ ના ટેસ્ટ થતા નથી હોતા પરંતુ ખેતી કરી સી એટલે કે જે કે સિરિયસ જણાય છે તેમના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. સરકારી ઉપરાંત રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધારે જોવા મળે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ