બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Campaigning on Surat Lok Sabha seat in full swing

લોકસભા ચૂંટણી 2024 / સુરતીઓને કોણ પસંદ? મુકેશ દલાલ કે નિલેશ કુંભાણી, જ્ઞાતિના સમીકરણથી રસાકસી

Vishal Khamar

Last Updated: 11:13 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત બેઠક પર પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલુ કર્યો છે.ભાજ--કોંગ્રેસ બંને દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ઉમેદવારો કોને મત આપી જીતાડશે.

14 મી લોકસભા માટે ફરી એક વખત જંગ જામી રહ્યો છે. ત્યારે સુરતની બેઠક ઉપર કેવું છે. વાતાવરણ ભાજપ કોંગ્રેસ ક્યાં ઊભા છે અથવા તો લોકોનો મૂડ કેવો છે એ જાણવાનો પ્રયાસ આપણે બેઠક બોલે છે એના આજના એપિસોડમાં કરવા જઈ રહ્યા છીએ સને 1989 90 થી સુરતની બેઠક હર હંમેશ ભાજપની જોડીમાં રહી છે. કાશીરામ રાણાએ સતત આ બેઠક પાંચ વખત જીતી હતી ત્યારબાદ આ બેઠક ઉપર દર્શનાં જરદોશ ત્રણ વખત ઉમેદવાર હતા અને વિજેતા બન્યા હતા આ વખતે 2024 ની ચૂંટણીમાં ભાજપએ મુકેશ દલાલને ટિકિટ આપી છે સામા પક્ષે કોંગ્રેસ મૂળ સૌરાષ્ટ્રવાસી એવા નિલેશ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે સુરતમાં કેવી છે પરિસ્થિતિ તે જાણવાનું અહીંયા આપણે પ્રયાસ કરી રહ્યા છીએ.
 

છેલ્લા 35 વર્ષથી પરંપરાગત રીતે સુરત લોકસભાની બેઠક એ ભાજપનો ગઢ રહ્યો છે. 2004 થી 14 સુધી યુપીએની સરકાર આવી તેમ છતાં સુરતનો મતદાર હર હંમેશ ભાજપની સાથે જ રહ્યો છે. 89 90 થી કાશીરામ રાણા સતત વિજેતા બનતા હતા 2009માં સુરતની બેઠક ઉપર સાંસદ બન્યા 14માં પણ તેઓ હતા અને 19 માં પણ તેઓ જ સાંસદ બન્યા હતા. આમ છેલ્લા 35 વર્ષમાં પરંપરાગત રીતે આ બેઠક ભાજપ પાસે રહી છે. પરંતુ માત્ર બે જ સાંસદો અહીંયા ચૂંટાયા છે. 2024 ની વાત કરીએ તો ભાજપે અત્યારે મુકેશ દલાલ ઉપર પસંદગીનો કળશ તોડ્યો છે. મુકેશ દલાલ એ ભાજપના જુના કર્મનિષ્ઠ કાર્યકર ગણાય છે સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું છે વર્ષોથી કોર્પોરેટર છે. ત્રણથી વધુ વખત તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે સાથે સાથે હાલમાં સુરત શહેર ભાજપના મહામંત્રી પણ તેઓ છે. આમ વર્ષોથી ભાજપની કોઈપણ એક થી પોસ્ટ કે મહત્વની જવાબદારી નિભાવનારા મુકેશ દલાલના શીરે આ વખતે લોકસભા સુરત બેઠક લડવાની જવાબદારી પક્ષના શીર્ષ નેતૃત્વ એ સોંપી છે.

મુકેશ દલાલ મૂળ સુરતી મોટવણી જ્ઞાતિના છે અને મૂળ સુરતીના ભાગે સુરતની બેઠક આવે એવી પરંપરા ભાજપે જાળવી રાખી છે મુકેશ દલાલ આમ તો સુરત ભાજપમાં અજાત શત્રુ ગણાય છે. તેમ છતાં તેમની વફાદારી હાલમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરફથી છે. તે એક મહત્વનું કારણ છે કે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હોય અલબત્ત મુકેશ દલાલ માટે એક ચર્ચા અથવા તો દલીલ એવી પણ થાય છે કે તાજેતરમાં પીપલ્સ કો ઓપરેટિવ બેન્કની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી પણ તેઓ હારી ગયા હતા અને તેમની ઉપર હવે સુરત લોકસભાના ચૂંટણી જીતવાનો જવાબદારી નાખવામાં આવી છે. જોકે જે સુરત પીપલ કો ઓપરેટિવ બેન્કની ચૂંટણી તેઓ હાર્યા હતા. તેમાં જ્ઞાતિ સમીકરણ તેમની વિરુદ્ધ હતું. પરંતુ હવે જ્યારે તેઓ લોકસભાના ઉમેદવાર છે અને સાથે સાથે ભાજપના ઉમેદવાર છે એ ઉપરાંત ભાજપના હાઈ કમાન્ડના ચારે હાથ તેમના ઉપર છે ત્યારે જ્ઞાતિ સમીકરણ તેમને નડે તેવું લાગી નથી રહ્યું બીજી તરફ જ્ઞાતિના ધોરંધરો જે બેંકની ચૂંટણીમાં તેમની સામે હતા તે તમામ અત્યારે ભાજપની સાથે છે અને ઇનડાયરેકટલી એ મુકેશ દલાલની સાથે છે.

સુરત બેઠક ઉપર કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રવાસી એવા નિલેશ કુંભાણી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે જમીન લે વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ કુંભાણી એ પણ કોંગ્રેસમાં અજાત શત્રુ ગણાય છે. તેમ છતાં તેમની ટિકિટ કાપવા માટે કેટલાય લોકો એ મહેનત કરી હતી પરંતુ કોંગ્રેસ હાઇ કમાન્ડે તેમની ઉપર પસંદગીનો કળશ દોડ્યો છે નિલેશ કુંભાણી જુના અને કસાયેલા કોંગ્રેસી છે. તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિયતા અને પાટીદાર અનામત આંદોલન વખતે તેમનું ઓફિસ એ એક ધમધમતું અને અગત્યનું સેન્ટર હતું સાથે સાથે તેઓ 2015 થી 2020 સુધીની સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને પછાડી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ પણ આવ્યા હતા.

ત્યારબાદ કોર્પોરેશન નું બીજું ઇલેક્શન તેઓ હારી ગયા હતા. તેની સાથે સાથે કામરેજ લોક વિધાનસભા બેઠક ઉપરથી પણ તેમનો કારમો પરાજય થયો હતો. અલબત્ત બે ચૂંટણી તેઓ હારી ચૂક્યા છે પરંતુ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ કતારગામ વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે. બીજી તરફ નિલેશ કુંવાણી સુરત શહેર માટે એટલે કે સુરત પૂર્વની બેઠક હોય સુરત પશ્ચિમની બેઠક હોય કે ઓલપાડ 84 બેઠકનો અમુક કિસ્સો હોય ત્યાં નિલેશ અંબાણી અજાણ્યો ચહેરો છે સામાપક્ષે વરાછા બેઠક હોય સુરત ઉત્તર હોય કતારગામ બેઠક હોય આ તમામ જગ્યાએ કે કરંજ બેઠક હોય આ તમામ જગ્યાએ નિલેશ કુંભારની જાણીતો ચહેરો છે અલબત્ત સુરતની બેઠક ઉપર કોંગ્રેસનું જે સંગઠન હોવું જોઈએ એ સંગઠન નથી કાર્યકરોનો અભાવ છે તે વસ્તુ અત્યારે પણ નિલેશ કુંભાણીને ભજવી રહ્યું હોવાનું કહેવાય છે અલબત્ત જો નેટવર્ક ગોઠવાઈ તો ચોક્કસપણે નિલેશ કુંવાણી એક મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવી શકે તેવું લાગી રહ્યું છે

સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો સુરતમાં કુલ 17,67,341 મતદારો છે સુરતમાં ઓલપાડ સુરત ઉત્તર સુરત પશ્ચિમ વરાછા રોડ કરંટ અને કતારગામ બેઠકનું સમાવેશ થાય છે સુરતની બેઠક ઉપર જો વિસ્તાર વાઈઝ વાત કરીએ તો ઓલપાડની બેઠક સૌથી મોટી બેઠક છે ઓલપાડ ની બેઠક એટલે કે ઓલપાડ વિધાનસભામાં 49000 જેટલા મતદારો છે જ્યારે સૌથી નાની બેઠકની વાત કરીએ તો સુરત ઉત્તર વિધાનસભા બેઠક છે જેમાં માત્ર 1,56,000 જેટલા મતદારો છે સુરતની બેઠક આમ તો મતદારોની દ્રષ્ટિએ જ્ઞાતિ જાતિ અને વિસ્તારનો ઉલ્લેખ કરીએ અને વર્ગીકરણ કરીએ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય તેવી વિગતો સામે આવે છે.

વધુ વાંચોઃ ગુજરાતના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની સોંપાઈ ફરજ, જુઓ લિસ્ટ

સુરતની બેઠક ઉપર સૌરાષ્ટ્રવાસી પાટીદારો ₹4,42,000 થી વધારે હોવાનું અનુમાન છે તેવી જ રીતે સુરતની બેઠક ઉપર ઘડિયા અને પ્રજાપતિ સમાજના એક લાખ 8 હજાર જેટલા મતો જોવા મળી રહ્યા છે બીજી તરફ મુસ્લિમ મતદારોની વાત કરીએ તો બે લાખ ચૌદ હજાર જેટલા મુસ્લિમ મતદારો અંદાજિત છે આ ઉપરાંત હળપતિ સમાજની વાત કરીએ તો 87,000 જેટલા હળપતિ છે આહીર અને ભરવાડ સમાજની વાત કરીએ તો 41,000 જેટલા એ મતદારો છે જૈન મતદારોની વાત કરીએ તો 48,000 મતદારો છે મોઢવણિક 54,000 જેટલા છે સ્થાનિક પાટીદારો જે કહેવાય તે લગભગ ૫૯ હજાર જેટલા છે અને દલિત 60000 છે. પક્ષીપંચના લગભગ 62000 જેટલા મતદારો છે આમ સુરતની આ બેઠકની વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસી કુલ મતદારો જે છે તેની સંખ્યા પાંચ લાખ 93,000 જેટલી થવા જાય છે આમ સુરતની બેઠક ઉપર સૌરાષ્ટ્રવાસી મતદારોનું પ્રભુત્વ છે પરંતુ સુરતની લોકસભા બેઠકમાં સમાવેશ તમામ બેઠકો અત્યારે ભાજપ જંગી બહુમતીથી વિધાનસભામાં જીતી ચૂકી છે ત્યારે સુરતની બેઠક ભાજપ માટે કપડા ચડાણ છે તે કેવું તે વાસ્તવિકતા ને દૂર રાખીને કરેલું નિવેદન ગણી શકાય અલબત્ત સૌરાષ્ટ્રવાસી મતદારો કોંગ્રેસે એને રીઝવવાનો પ્રયાસ કર્યો છે એ પ્રયાસ કેટલો સફળ રહે છે એ જોવું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ