બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Seven IAS officers of the state were assigned the duty of Election Officer
Last Updated: 09:41 PM, 27 March 2024
લોકસભા ચૂંટણીઓને લઇને ચૂંટણીપંચ તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની ફરજ સોંપવામાં આવી છે. . તેમને ફરજ સોંપાતા તેમના વિભાગનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે. વિનોદ રાવ, ધવલ પટેલ, મુકેશ કુમાર, આર બી બારડ, અજય પ્રકાશ સહિતના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીઓને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીઓને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી લોકસભા ચૂંટણીઓ ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે. લોકસભાની સાથે 4 રાજ્યો - આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં મતદાન 7 મેના રોજ
19 એપ્રિલ- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
20 એપ્રિલ - ફોર્મ ચકાસવાની તારીખ
22 એપ્રિલ- ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
7 મે - મતદાનની તારીખ
4 જૂન- મતગણતરીની તારીખ
ADVERTISEMENT
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.