બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Isudan Gadhvi exclusive interview on VTV conclave 2022

Election 2022 / AAPની સરકાર બની રહી છે, અમારો CM સચિવાલયમાં નહીં જનતાની વચ્ચે બેસશે, VTV Conclaveમાં ઇસુદાન ગઢવી

Published By: Dhruv

Last Updated: 04:41 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકોટ ખાતે VTV Conclave -Election 2022નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. જેઓની સાથે મુખ્યત્વે સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિના ચિતાર અંગે ચર્ચા કરવામાં આવી.

  • VTV Election Conclave 2022નું આયોજન
  • ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે ખાસ વાતચીત
  • અત્યારે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે: ઇસુદાન ગઢવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની હલચલ વધી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ રાજકીય માહોલ જામતો નજરે ચડતો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોની અંદરો-અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ ખાતે VTV Conclave -Election 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AAPના જનરલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. જેનો વીડિયો નીચે છે.

ભાજપના લાખો પેજ પ્રમુખો અત્યારે મારી સાથે જોડાઇ ચૂક્યાં છે: ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'ગુજરાતની જનતા 2007 અને 2017માં પણ પરિવર્તન ઇચ્છતી હતી. પરંતુ સામે કોંગ્રેસ એટલી મજબૂત ન હોતી. અત્યારે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે. ભાજપના લાખો પેજ પ્રમુખો અત્યારે મારી સાથે જોડાઇ ચૂક્યાં છે. આમ આદમી પાર્ટી ભારતની એક એવી પાર્ટી છે કે, કે જેને તમે મત આપો એટલે પહેલાં જ દિવસથી વીજબિલ ફ્રી તો આનો ફાયદો પેજ પ્રમુખને પણ થયો કે નહીં. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર મોટા ભાગે બધું ફ્રી આપે છે તેમ છતાં સરકાર દેવામાં નથી.

ઇસુદાન ગઢવીએ વધુમાં પોતાની ચૂંટણી લડવા અંગે કહ્યું કે, 'મારું લડવાનું નક્કી છે. 182 સીટ છે એટલે ગમે ત્યાંથી હું લડીશ. સરકાર અમારી પૂર્ણ બહુમતથી બને છે. કારણ કે અમારા રોજના 2 લાખ ગેરંટી કાર્ડ બને છે. પંજાબ જેવી સ્થિતિ અમારી ગુજરાતમાં દેખાઇ રહી છે. ગુજરાતમાં પણ અમે ચૂંટણી નજીક આવશે એટલે તુરંત અમે કહી દઇશું કે અમારામાંથી મુખ્યમંત્રી કોણ હશે. મુખ્યમંત્રી એવો હશે કે જે સચિવાલયમાં નહીં બેસે. જે પ્રજાની વચ્ચે બેસશે.'

અમારી સરકાર નહીં બને તો ગુજરાતનો બાળક પાંચ વર્ષ પાછો જતો રહેશે: ગઢવી

વધુમાં ઇસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે, 'અમારું કામ બોલે છે.' જ્યારે કેજરીવાલ હિંદુસ્તાનના એક એવાં મુખ્યમંત્રી છે કે જેઓ કહે છે કે, 'અમને એક મોકો આપો.' જો અમારી સરકાર નહીં બને તો ગુજરાતનો બાળક પાંચ વર્ષ પાછો જતો રહેશે. ભાજપ જૂઠની ફેક્ટરી છે. 21 કરોડના ખર્ચે ભાજપે કેજરીવાલના પોસ્ટર લગાડ્યા. જો આટલી જ મહેનત પેપર લીક ન કરવામાં કરી હોત તો યુવાનોએ આત્મહત્યા ન કરવી પડત. તેમજ કોરોના કાળમાં પણ આટલી મહેનત કરી હોત તો લોકોના જીવ બચી ગયા હોત.'

AAP જેટલો પ્રતિસાદ આજે બીજી કોઇ જ પાર્ટીને નથી મળ્યો: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ Conclaveમાં નિવેદન આપતા કહ્યું કે, 'AAP જેટલો પ્રતિસાદ આજે બીજી કોઇ જ પાર્ટીને નથી મળ્યો. સરકારના આજે બધા તાગડધિન્ના આપણા પરસેવાના છે. આ લોકો કહે છે કે વરસાદ આવે એટલે રસ્તામાં ખાડા પડી જાય છે તો પછી ગાંધીનગરમાં કેમ ખાડા નથી પડતા. અમે સારા છીએ, અમને મત આપો. ગુજરાતના રાજકારણમાં અમે લોકો અગત્યના નથી. કેજરીવાલની વિચારધારા આજે અગત્યની છે.'

અમારા નેતા પાસે આયોજન છે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

વધુમાં કહ્યું કે, 'અમે લોકસુખાકારીનું કામ દિલ્હીમાં કર્યું છે, પંજાબમાં કર્યું છે. આઝાદી પછી એક પાર્ટી (આમ આદમી પાર્ટી) એવી છે કે જેને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ કંઇ નહીં કરી શકે એ કારણોસર તો હું આમાં આવ્યો છું. કોંગ્રેસમાં મને વ્યક્તિગત કોઇ વાંધો નથી. એમાં કોઇ સિસ્ટમ નથી. અરવિંદ કેજરીવાલ પાસે મુદ્દાઓ છે. અમારા નેતા પાસે આયોજન છે. અમે કેજરીવાલની ગેરંટી લઇએ છીએ કે જે કીધું છે એ બધું અમે આપીશું.'

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 Indranil Rajguru Isudan Gadhvi VTV CONCLAVE 2022 Vtv Exclusive ઇસુદાન ગઢવી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વીટીવી એક્સક્લુસિવ Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ