ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / israel hamas conflict kerala woman injured in rocket attack ten nepali citizens killed

Israel-Hamas Conflict / ઈઝરાયેલ પર હમાસના એટેકમાં એક ભારતીય મહિલા ઘાયલ, 10 નેપાળી નાગરિકોના મોત, જુઓ હાલ કેવી સ્થિતિ

Published By: Malay

Last Updated: 01:14 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas Conflict: ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં ભારતીય મહિલા ઈજાગ્રસ્ત, ઈઝરાયેલની એક હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

ADVERTISEMENT

  • ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ
  • હમાસના હુમલામાં ભારતીય મહિલા ઘાયલ
  • હમાસના હુમલામાં નેપાળના 10 નાગરિકોના મોત 

Israel-Hamas Conflict: ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા ભારતના કેરળ રાજ્યની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલમાં કામ કરે છે. મહિલાની હાલત નાજુક છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હમાસના હુમલામાં 10 નેપાળી નાગરિકોના પણ મૃત્યુ થયા છે. નેપાળ એમ્બેસીએ આ વાતની પુષ્ટિ કરી છે.

હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ભારતીય મહિલા
હમાસના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાની ઓળખ શીજા આનંદ (ઉં.વ 41 વર્ષ) તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકેટ હુમલામાં ભારતીય મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને ઈઝરાયેલની એક હોસ્પિટલમાં શીજા આનંદની સારવાર ચાલી રહી છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ શીજા આનંદે કેરળમાં રહેતા તેમના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને જાણ કરી હતી કે તેઓ સુરક્ષિત છે, પરંતુ વાતચીત દરમિયાન તેમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. 

VIDEO: ઈઝરાયલ પર એક બાદ એક હજારો રોકેટથી ભીષણ હુમલા, ગાડીઓ પર બંદૂક સાથે  ઘૂસી ગયા આતંકવાદી: ભયાનક દ્રશ્યો જોઈ દુનિયા સ્તબ્ધ | VIDEO: Sirens warn of  rockets ...

હોસ્પિટલમાં સારવાર હેઠળ
બાદમાં ઈઝરાયેલમાં જ રહેતા કેરળના એક રહેવાસીએ શીજા આનંદના પરિવારને જણાવ્યું કે હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓની એક સર્જરી થઈ ચૂકી છે અને બીજી સર્જરી ટૂંક સમયમાં થવાની છે. શીજા આનંદ છેલ્લા આઠ વર્ષથી ઈઝરાયેલમાં રહે છે.

10 નેપાળી નાગરિકોના મોત
હમાસના હુમલામાં નેપાળના 10 નાગરિકોના પણ મોત થયા છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. નેપાળના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, 17 નેપાળી નાગરિકો ઈઝરાયેલના કિબૂઝ અલુમિમના એક કૃષિ ફાર્મમાં કામ કરી રહ્યા હતા. તેમાંથી 10 નેપાળી નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે બેનો આબાદ બચાવ થયો છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. ગુમ થયેલા નેપાળી નાગરિકની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તમામના મૃતદેહોને નેપાળ લાવવામાં આવશે. નેપાળ સરકારે ઈઝરાયેલ સરકારને ઈજાગ્રસ્તોની મદદ કરવા અપીલ કરી છે.

More than 700 Israelis, 450 Palestinians dead, devastation in Gaza in last 48 hours

1500થી વધુ લોકોના મોત
આપને જણાવી દઈએ કે, હમાસના આતંકવાદીઓએ શનિવારે ગાઝાથી ઈઝરાયેલમાં 3,000થી વધુ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલ અને ગાઝામાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો કર્યો. હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને અનેક લોકોની હત્યા કરી છે. આ નરસંહાર બાદ ઈઝરાયેલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

israel hamas conflict kerala woman rocket attack ten nepali citizens ઈઝરાયલ પર એટેક ઈઝરાયેલ પર હુમલો ભારતીય મહિલા ઈજાગ્રસ્ત Israel-Hamas Conflict

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ