ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / israel air strike hits west bank al ansar mosque in jenin to execute terrorists

હુમલો / ઈઝરાયલે વેસ્ટ બેન્કમાં આવેલી મસ્જિદને ઉડાવી: દાવો કરતાં કહ્યું અહીં હમાસના આતંકવાદીઓ છૂપાયેલા હતા, હથિયારો પણ ઝડપાયા

Published By: Malay

Last Updated: 11:25 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Air Strike: વેસ્ટ બેન્કના જેનિનની અલ અંસાર મસ્જિદ પર ઈઝરાયલનો હવાઈ હુમલો, ઈઝરાયલે દાવો કર્યો કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા.

ADVERTISEMENT

  • અલ અંસાર મસ્જિદ પર એર સ્ટ્રાઈક
  • હમાસે મસ્જિદને બનાવ્યું હતું કમાન્ડ સેન્ટર
  •  હુમલા બાદ ઈઝરાયલે તસવીરો પણ જાહેર કરી

Israel Air Strike: ઈઝરાયલે જેનિનની અલ અંસાર મસ્જિદ પર એર સ્ટ્રાઈક (હવાઈ હુમલો) કરી છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે, આ મસ્જિદને હમાસ દ્વારા કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અહીંથી હુમલા માટે પ્લાન બનાવવામાં આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 4500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

'ઘણા આતંકવાદીઓ માર્યા ગયા', ઈઝરાયલનો દાવો
પેલેસ્ટાઈન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, અલ અંસાર મસ્જિદ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ઈઝરાયલે દાવો કર્યો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. હમાસ સાથેના યુદ્ધ બાદ ઈઝરાયલે પશ્ચિમ કાંઠે બીજી વખત એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલે હુમલા બાદ તસવીરો પણ જાહેર કરી છે.

મસ્જિદમાં બનાવાયા હતા બંકરો
મસ્જિદમાં મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો એકઠા કરવામાં આવ્યા હતા. મસ્જિદમાં બંકરો પણ બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયલના હુમલામાં મસ્જિદનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. નજીકમાં એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. લોકો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

20 ટ્રકોને ગાઝા જવા માટે  મંજૂરી
બીજી તરફ ઇજિપ્ત અને ગાઝા વચ્ચેની બોર્ડર શનિવારે ખોલી દેવામાં આવી છે, જે પછી લગભગ બે અઠવાડિયાથી યથાવત ઇઝરાયલની ઘેરાબંધીના કારણે ખોરાક, દવા અને પાણીની અછતનો સામનો કરી રહેલા પેલેસ્ટાઇનીઓને સહાય પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ માત્ર 20 ટ્રકોને ગાઝા જવા માટે મંજૂરી આપવામાં આવી છે

ગંદા પાણી પીવાની મજબૂરી
ગાઝા જવા માટે 200થી વધુ ટ્રક લગભગ 3000 ટન સહાયતા સામગ્રી સાથે ઘણા દિવસોથી સરહદ પર ઊભી હતી. ગાઝાના 23 લાખ પેલેસ્ટાની, જેમાંથી અડધા તેમના ઘર છોડીને ભાગી ગયા છે, તેઓ ગંદા પાણી પીવા મજબૂર છે અને તેઓ એક ટંક ખાવા માટે પણ ફાફા મારી રહ્યા છે. હોસ્પિટલોનું કહેવું છે કે સમગ્ર ક્ષેત્રમાં પાવર આઉટેજને કારણે તેમની પાસે તબીબી પુરવઠો અને ઇમરજન્સી જનરેટર માટે ઈંધણની અછત છે.

સંકળાયેલા મુદ્દાઓ

al ansar mosque israel air strike west bank ઈઝરાયલ હમાસ યુદ્ધ મસ્જિદ પર એર સ્ટ્રાઈક વેસ્ટ બેન્ક Israel Air Strike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ