બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / Ishwariya Mahadev resides in the little wadi of Morbi

દેવ દર્શન / મોરબીના નાની વાવડીમાં બિરાજે છે ઇશ્વરિયા મહાદેવ, ભોળાનાથે ભક્તનું વચન પાળ્યું, હજુ પણ ઈતિહાસ ઉજળો

Dinesh

Last Updated: 07:14 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dev Darshan: મોરબી નજીકના નાની વાવડી ગામની સીમમાં સ્વયંભૂ ઇશ્વરિયા મહાદેવનું મંદિર આવેલુ છે, આ મંદિરનો ઈતિહાસ અનોખો છે

આપણા દેશમાં અનેક મંદિર આવેલા છે. અને દરેક મંદિર નોખા અનોખા ઇતિહાસ સાથે જોડાયેલા છે. વાંકાનેરના જડેશ્વર મહાદેવ સાથે મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલા ઈશ્વરીયા મહાદેવ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. વાંકાનેર પાસે આવેલી ઐતિહાસિક રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવ પોતાના ઈશ્ર્વરલાલ નામના ભક્તની નિશ્ર્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈ નાની વાવડી ગામમાં બિરાજમાન થયા અને આજની તારીખે એ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે. 

નાની વાવડી ગામે આવેલા ઈશ્વરીયા મહાદેવ  બિરાજમાન
મોરબી નજીકના નાની વાવડી ગામની સીમમાં સ્વયંભૂ ઇશ્વરિયા મહાદેવનું મંદિર આવેલુ છે  આ મંદિરનો ઈતિહાસ અનોખો છે લોકવાયકા મુજબ વાંકાનેર પાસે આવેલી ઐતિહાસિક રતન ટેકરી પર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ ખુદ અહી બિરાજમાન થયા છે. ઈશ્વરલાલ નામના મહાદેવ ભક્ત ગુંગણ ગામથી નિત્ય જડેશ્વર મહાદેવનાં દર્શને જતા હતા ઈશ્ર્વરલાલ વૃધ્ધાવસ્થામાં આવતા મહાદેવના દર્શને જઈ ના શકતા દેવાધિપતી દેવ મહાદેવે પોતાના ભક્તની નિસ્વાર્થ ભક્તિ જોઈ વચન આપ્યું કે હું તમારા ગામ સુધી આવીશ. અને એક દિવસ પોતાના વચન પ્રમાણે ઈશ્ર્વલાલની પાછળ પાછળ મહાદેવજી આવતા હતા ત્યારે નાની વાવડી પાસે  ઈશ્વરભાઈએ શંકા કરી પાછળ જોતા મહાદેવ વાવડી સીમમાં જ રોકાઈ ગયા અને ઈશ્વરલાલને પારાવાર પ્રશ્ચાતાપ કરતા જોઈ ભગવાન ભોળાનાથે પોતાના ભક્ત ઉપર કરુણા કરી ગુંગણ ગામે પણ આવવાનુ સ્વપ્નમાં કહ્યુ. અને આજે પણ સ્વયંભૂ મહાદેવ તળાવનાં કાંઠે બિરાજ માન છે અને ગુંગણ ગામે પણ મહાદેવનું શિવાલય છે.

જડેશ્વર મંદિર સાથે તેનો ઇતિહાસ જોડાયેલો છે 
આધી, વ્યાધિ, ઉપાધિ દૂર કરનાર સ્વયંભૂ મહાદેવ ત્રિવિધ સ્વરૂપે જડેશ્વર રતન ટેકરી ઉપર, નાની વાવડી પાસે સીમમાં બિરાજમાન અને ઇશ્વરિયા મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોય તેવી શ્રદ્ધાળુની માન્યતા છે. નાની વાવડી ગામે આવેલા ઈશ્વરીય મહાદેવ મંદિરે સવારે 4 વાગ્યાથી દર્શન કરવા ભક્તો આવી જાય છે. મંદિરે ભંડારો, નારણબલી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. દાદાનું મંદિર આશરે 200 વર્ષ જૂનુ છે અને જડેશ્વર મંદિર સાથે તેનો ઇતિહાસ જોડાયેલો છે. વર્ષો પહેલા આ સ્થળ પર એક ખીજડો અને તાળી હતી ત્યારબાદ દાદાની કૃપાથી અહીં મીઠા પાણી ની સગવડ થઇ પછી મંદિરનો વિકાસ થયો છે લોકો મંદિરે શ્રદ્ધા આસ્થા સાથે દર્શન કરવા આવે છે. શિવરાત્રી અને શ્રાવણમાસ દરમિયાન મંદિરે ભક્તોનો મહામેળા જેવો જમાવડો થાય છે મંદિરે  પિતૃકાર્ય અને લગ્ન પણ થાય છે દાદાની નાની વાવડી ગામ ઉપર સદાય કૃપા રહે છે.

વાંચવા જેવું: આહિરને સ્વપ્ન આવ્યું ને હનુમાનજીને પાણીમાંથી બહાર કાઢ્યાં, કરો 450 વર્ષ જૂના વિરવાડીના દર્શન

સ્વયંભૂ મહાદેવ ત્રિવિધ સ્વરૂપે બિરાજમાન 
ઇશ્વરીયા મહાદેવનું  મંદિર વર્ષો જૂનું છે. સાક્ષાત શિવ અહિં આવેલા છે અને સાક્ષાત દર્શન પણ થાય છે. ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાદેવનુ મંદિર રજવાડાના સમયમાં બન્યુ હતુ. કોઈ વ્યથીત વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેને અવશ્ય મનની શાંતિ મળે છે. શિવજીનુ મંદિર નાની વાવડીથી દોઢ કિલોમિટરના અંતરે છે ભાવિકો મંદિરે દર્શન કરવાનો   નિત્યક્રમ જાળવે છે. એકપણ દિવસ પૂજા ખંડિત થવા દેતા નથી. ભાવિકોની અતૂટ શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે મંદિર ચમત્કારિક છે. અહીં દરેક દર્શનાર્થીની મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો મંદિરે આવે છે તેમને આનંદ અને શકુન મળે જ છે. નાની વાવડી ગામનું ઈશ્વરીયા મહાદેવનું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. શ્રાવણ માસમાં મંદિરે માનવમહેરામણ ઉમટી પડે છે અને મેળા જેવો  માહોલ સર્જાય છે. બારે મહિના શિવજીનુ પૂજન અર્ચન કરવા આવતા ભાવિકો પર સદાય મહાદેવના આશીર્વાદ વરસતા રહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ