બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ishan kishan ignored bcci order noy play ranji match wicketkeeper future in dilemma
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા વિકેટકિપર બેટ્સમેન ઈશાન કિશન હાલ ચર્ચામાં છે. ઘરેલુ ક્રિકેટમાં ન રમવાના કારણે તેમનું નામ છવાયેલું છે. ઈશાન કિશન રણજી ટ્રોફીમાં હાજર ન હતો. ઝારખંડ માટે ઘરેલુ ક્રિકેટ રમનાર આ વિકેટકિપર બેટ્સમેન શુક્રવારે શરૂ થયેલી છેલ્લા રાઉન્ડની મેચમાં પણ ભાગ ન લીધો. ઈશાનનું આ પગલું બીસીસીઆઈને પસંદ નથી આવ્યું.
ADVERTISEMENT
BCCIનો આદેશ નથી માની રહ્યા ઈશાન
ભારતીય ટીમની તરફથી રમાઈ રહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળા ખેલાડીઓને હવે રેડ બોલ ક્રિકેટ રમવાની રહેશે. તેને લઈને BCCIએ નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. BCCIએ જણાવ્યું કે હવે તેના માટે કોઈ પણ બહાના નહીં ચાલે. BCCI સચિવ જય શાહે 14 ફેબ્રુઆરીએ રાજકોટ ટેસ્ટ મેચ પહેલા આ વાતની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
જય શાહના આ સંદેશથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઈશાન કિશન, ક્રૃણાલ પંડ્યા અને દીપક ચહેર જે લીધા આઈપીએલ રમવા માટે ઉતરી રહ્યા છે તેમને પણ પોતાના ઘરેલુ ટીમો માટે રમવું નક્કી છે. BCCI સચિવના કહેવા છતાં ઈશાન રણજી મેચોથી દૂર રહ્યા. જય શાહે આ સમયે તેમ પણ કહ્યું હતું કે હવે તેને લઈને કોઈ બહાના નહી ચાલે.
ADVERTISEMENT
આખરે BCCIને લેવો પડ્યો નિર્ણય
25 વર્ષના ઈશાનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નહીં રમવા પર અને ફક્ત આઈપીએલ પર ધ્યાન કેન્દ્રીત કરવાના કારણે BCCIને ખેલાડીઓએ આ લીગના ઓક્શનમાં ભાગ લેવાના પાત્ર થવા માટે ન્યૂનતમ રણજી ટ્રોફીની મેચોમાં રમવાનું ફરજીયાત કરવા માટે મજબૂર થવું પડ્યું છે.
ADVERTISEMENT
વિવિધ સ્થાનો પર શરૂ થયેલી છેલ્લા રાઉન્ડની મેચોમાં દિપક ચાહર અને શ્રેયસ અપ્પર પણ પોતાની ઘરેલુ ટીમોનો ભાગ નથી. અય્યરને જોકે કમર અને ગ્રોઈનમાં સમસ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.