બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Britain Cricketer Rizwan Jawed banned from cricket for 17 years by ICC for match fixing
ADVERTISEMENT
બ્રિટન ક્રિકેટર મેચ ફિક્સિંગનાં પ્રયાસોને લીધે મુશ્કેલીમાં આવી ગયાં છે. આ ખેલાડીનું નામ રિઝવાન જાવેદ છે જે બ્રિટનમાં ક્લબ ક્રિકેટ રમે છે. રિઝવાન જાવેદે અબુધાબી ટી20 લીગમાં અનેક મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કર્યો અને ICCએ આ મામલા પર ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી છે. ICCએ આ ખેલાડી પર સાડા 17 વર્ષો માટે બેન લગાડ્યો છે.
Cricketer Rizwan Javed banned for 17-and-a-half years from all cricket for his involvement in match-fixing attempts during the Abu Dhabi T10 League in 2021. pic.twitter.com/dJuqqYCyAi
— Vipin Tiwari (@Vipintiwari952_) February 15, 2024
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ઈંટીગ્રિટી જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું કે રિઝવાન જાવેદ ક્રિકેટરોને ભ્રષ્ટાચારમાં સામેલ કરવાનાં સતત પ્રયાસો કરી રહ્યાં હતાં જેના કારણે તેમના પર બેન લગાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ICCએ કડક સજા આપવાનો લીધો નિર્ણય
એલેક્સ માર્શલે આગળ કહ્યું કે આ બેનથી કોઈ પણ લેવલ પર ક્રિકેટને ટાર્ગેટ કરી રહેલા લોકોને કડક મેસેજ પહોંચવો જોઈએ. ICC ક્રિકેટને ભ્રષ્ટ કરનારા કોઈપણ વ્યક્તિની સામે એક્શન લઈ શકે છે.
વધુ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મેડિકલ ચમત્કારની તૈયારી! કેન્સરની વેક્સિન બનાવવાની નજીક હોવાનો કર્યો દાવો
ADVERTISEMENT
બીજા ખેલાડી અને અધિકારી પણ સામેલ
મેચ ફિક્સિંગ મામલે રિઝવાન એકલો નહોતો. આ સિવાય અન્ય 7 ખેલાડીઓ એને અધિકારીઓ પર પણ મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. બાંગ્લાદેશનાં ઑલરાઉંડર નાસિર હુસૈન પર પણ આરોપ લગાડવામાં આવ્યો છે જેથી તેમના પર 2 વર્ષોનો બેન લાગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.