ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / is it okay to have an office affair here s what you need to know
ADVERTISEMENT
એક બાજુ કેટલાક લોકો માટે ઓફિસમાં અફેર જીવનમાં ખુશીઓ લાવી દે છે તો કેટલાક લોકો માટે જીવવાનું મુશ્કેલ કરી દે છે. જેમ કે પ્રેમ અને લગ્નની સાઇડ ઇફેક્ટ્સ હોય છે એમ ઓફિસ અફેરના પણ સાઇડ ઇફેક્ટ્સ જરૂર હોય છે.
ADVERTISEMENT
જો તમે પણ ઓફિસમાં કોઇને પસંદ કરો છો તો એમને ડેટ પર લઇ જતા પહેલા નીચે જણાવેલી વાતો પર જરૂરથી ધ્યાન આપો.

ADVERTISEMENT
બંને તરફ હોવો જોઇએ પ્રેમ
સહકર્મી સાથે પ્રેમ કરવામાં કંઇ ખોટું નથી પરંતુ ત્યારે એ પણ તમને પ્રેમ કરતી હોવી જોઇએ. આવું થયું તો ઠીક નહીં તો તમારે એનું રિજેક્શન સ્વીકાર કરવા માટે પણ તૈયાર રહેવું જોઇએ. રિજેક્ટ કર્યા બાદ પણ કોઇનું તમારી પાછળ પડ્યા રહેવું તમારા કરિયર માટે જોખમ થઇ શકે છે. ઓફિસમાં ડેટિંગ કરતા પહેલા એ જરૂરથી જાણી લો
શું ઓફિસ પોલિસીમાં આવું કંઇ તો નથી
ઑફિસમાં ડેટિંગ કરતા પહેલા એવું જરૂરથી જાણી લો કે આ મામલે તમારી ઑફિસના શું નિયમ છે. જો તમારું અફેર નિયમો વિરુદ્ધ છે તો એનાથી દૂર જ રહો.
ADVERTISEMENT

પર્સનલ લાઇફને ઓફિસથી અલગ રાખો
ઓફિસમાં રોમાન્સ કરવાનું સૌથી મોટું નુકસાન એ જ છે કે પર્સનલ જીવન અને પ્રોફેશનલ જીવને અલગ રાખવામાં સમસ્યા થાય છે. જો કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિને સંભાળવા સફળ રહ્યા તો ઓફિસ રોમાન્સમાં સફળતા મળી શકે છે.
ADVERTISEMENT
ધ્યાન ભટકાવવાથી બચો
જો તમે તમારા લવરની આસપાસ જ બેસો છો તો એવામાં કામ પર ધ્યાન આપવું મુશ્કેલ થઇ જાય છે. એનાથી ઓફિસમાં તમારી પ્રોડક્ટિવિટી પણ ઓછી થઇ જાય છે.
ઓફિસમાં ગોસીપ બનવા માટે તૈયાર થઇ જાવ
હવે તમે ઓફિસમાં અફેર કરી રહ્યા છો તો ગોસિપ પણ થશે જ. તમને તમારા માટે એવી વાત સાંભળવા મળી શકે છે જેને જાણીને તમે હેરાન થઇ જાવ.
ADVERTISEMENT

બ્રેકઅપ થવાની સ્થિતિમાં શું કરશો
ઘણી વખતે પ્રેમ તો થઇ જાય છે પરંતુ વાત ઘણી દૂર સુધી જઇ શકતી નથી. ઓફિસમાં પ્રેમ કરવાના ફાયદા અને નુકસાન બંને છે. એવામાં તમારે જોવાનું એ છે કે શું આ સંબંઘ નિષ્ફળ ગયા બાદ પણ તમે એની સાથે કામ કરી શકો છો કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ