બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દોસ્તની જાસુસી કરી રહ્યું છે ઇઝરાયલ? આ રિપોર્ટથી અમેરિકામાં હલચલ

વિશ્વ / દોસ્તની જાસુસી કરી રહ્યું છે ઇઝરાયલ? આ રિપોર્ટથી અમેરિકામાં હલચલ

Nirav Kumar

Last Updated: 11:12 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં ઇઝરાયલી ગુપ્તચર પ્રવૃત્તિઓ અંગે ચિંતા વધી છે. જેમાં અમેરિકાના અધિકારીઓની જાસુસી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ આ આરોપને અમેરિકા અને ઇઝરાયલ બંનેએ ફગાવ્યા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દાયકાઓથી નજીકના સાથી રહ્યા છે પરંતુ ઇરાન યુદ્ધને લઈને આ બંને દેશો વચ્ચે વધતા મતભેદો હવે સુરક્ષા અને ગુપ્તચર બાબતોમાં પણ ફેલાઇ રહ્યા હોય તેવું લાગે છે. કેમ કે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયલી ગુપ્તચર પ્રવૃત્તિઓ અંગે ચિંતા વધી છે અને સીનીયર અમેરિકન અધિકારીઓને સંભવિત જાસુસીથી બચવા માટે વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

મીડિયા એહવાલ મુજબ, યુએસ ઈન્ટેલીજેન્સ એજન્સી (DIA) એ તાજેતરમાં ઇઝરાયલ સંબંધિત કાઉન્ટર ઇન્ટેલિજન્સ ખતરાનું સ્તર વધારી "ક્રીટીકલ" કરી દીધું છે. મતલબ કે ઇઝરાયલ કોઈપણ સમયે અમેરિકન અધિકારીઓને નિશાન બનાવી શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ઈરાન નીતિ અંગે મતભેદો વધી રહ્યા છે.

જેમાં યુએસ અધિકારીઓના મતે ઇઝરાયલને લાંબા સમયથી માહિતી એકત્રિત કરવામાં ખુબ આક્રમક માનવામાં આવે છે. આથી ઇઝરાયલની મુલાકાત લેતા સીનીયર અમેરિકન અધિકારીઓને ઘણીવાર બર્નર ફોન, કામચલાઉ કમ્પ્યુટર અને ખાસ સ્પેશીયલ કોમ્યુનીકેશન પ્રોટોકોલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જેમાં અનેક પૂર્વ ડીપ્લોમેટ અને ઈન્ટેલીજેન્સ અધિકારીઓ કહે છે કે હોટલના રૂમ કે બીજા અસુરક્ષિત સ્થળોએ સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરવાનું પણ ટાળવામાં આવે છે.

hiring vtv 1

આ અહેવાલ મુજબ DIA એ સાત પાનાનું ઇન્ટરનલ એસેસમેન્ટ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતો. જેમાં ઇઝરાયલની જાસૂસી અને ટેકનીકલ દેખરેખ ક્ષમતાઓને "ક્રીટીકલ સ્તરે" ગણાવવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી નથી કે આ દરમિયાન કોઈ જાસૂસી ઘટનાઓ બની છે કે નહીં. યુએસ ડીફેન્સ અને સિક્યુરીટી એક્સપર્ટ માને છે કે ઇઝરાયલી ઈન્ટેલીજેન્સ એજન્સીઓને વોશિંગ્ટનના મિડલ ઇસ્ટના નિર્ણયો અને સ્ટ્રેટેજીમાં ખાસ રસ છે.

  • ઇઝરાયલે આ આરોપોને ફગાવ્યા

ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂ વહીવટીતંત્રે આ આરોપોને નકારી કાઢ્યા છે. જેમાં વોશિંગ્ટનમાં ઇઝરાયલી એમ્બેસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇઝરાયલ યુએસ સંસ્થાઓ કે સરકારી અધિકારીઓની જાસૂસી કરતું નથી. તેમને કહ્યું કે, ઇઝરાયલી ઈન્ટેલીજેન્સ એક્ટિવિટી સાથીઓ પર નહીં પરંતુ વિરોધીઓ પર ફોક્સ્ડ છે.

વ્હાઇટ હાઉસે પણ આ જાસૂસીના રિપોર્ટને ખોટો ગણાવીને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તે એવા લોકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેમને આંતરિક પ્રક્રિયાઓનું જ્ઞાન નથી. આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ઈરાન અને લેબનોન અંગે સ્ટ્રેટેજીક મતભેદ વધી રહ્યા છે.

વધુ વાંચો : પુતિન બાદ ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ, ટ્રેડ ડીલ પર આપી મોટી ખુશખબરી

જ્યારે ટ્રમ્પ ઈરાન સાથે ડિપ્લોમેટિક ડીલ કરી રહ્યા છે ત્યારે નેતન્યાહૂ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાના પક્ષમાં હોવાનું કહેવાય છે. તાજેતરના દિવસોમાં આ બંને નેતાઓ વચ્ચે થયેલી કથિત તીખી વાતચીતોએ મિડલ ઇસ્ટ અંગે યુએસ અને ઇઝરાયલી પ્રાણિયોરીટીમાં વધતા મતભેદનો સંકેત આપ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Spying Israel United States
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ