બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પરીક્ષા વગર સીધી ભરતી: વૉક-ઈન ઈન્ટરવ્યૂ દ્વારા મેળવો 35,000 સુધીનો પગાર, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

તમારા કામનું / પરીક્ષા વગર સીધી ભરતી: વૉક-ઈન ઈન્ટરવ્યૂ દ્વારા મેળવો 35,000 સુધીનો પગાર, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

Published By: Pravin Joshi

Last Updated: 09:13 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેની ફૂડ અને ટૂરિઝમ કંપની IRCTC દ્વારા પરીક્ષા વગર જ નોકરી મેળવવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી રહી છે. IRCTC એ નોર્થ ઝોન માટે કરાર આધારિત ટૂરિઝમ મોનિટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

ભારતીય રેલવેની કેટરિંગ અને ટૂરિઝમ સંસ્થા ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કોઈ પણ લેખિત પરીક્ષા વિના સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. IRCTC ને પોતાના નોર્થ ઝોન માટે 2 વર્ષના કરારના આધારે 'ટૂરિઝમ મોનિટર' (Tourism Monitor) ની જરૂરિયાત છે. આ ભરતી અંગેની માહિતી અધિકૃત વેબસાઇટ www.irctc.com પર બહાર પાડવામાં આવી છે. યોગ્ય ઉમેદવારો અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નક્કી કરેલી તારીખે વૉક-ઈન ઈન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે.

job-applicatipn

મહત્વપૂર્ણ વિગતો

સંસ્થા: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)

પોસ્ટનું નામ: ટૂરિઝમ મોનિટર

કુલ જગ્યાઓ: 09 (06 કોર્પોરેટ ઓફિસ અને 03 નોર્થ ઝોન માટે)

પસંદગી પ્રક્રિયા: વૉક-ઈન ઈન્ટરવ્યૂ

અધિકૃત વેબસાઇટ: www.irctc.com

ઈન્ટરવ્યૂનું સ્થળ: IRCTC, નોર્થ ઝોન, B-148, 11th ફ્લોર, સ્ટેટ્સમેન હાઉસ, બારાખંભા રોડ, કનાટ પ્લેસ, નવી દિલ્હી-110001

irctc-final

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ટૂરિઝમમાં 3 વર્ષની બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા કોઈપણ સ્ટ્રીમમાં 3 વર્ષની ડિગ્રી સાથે ટ્રાવેલ અને ટૂરિઝમમાં 01 વર્ષનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. સાથે જ ટૂર ઓપરેશન/ટ્રાવેલ એજન્સીમાં 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જે ઉમેદવારો પાસે 3 વર્ષની બેચલર ડિગ્રી છે, તેમની પાસે ટ્રાવેલ અને ટૂરિઝમમાં 2 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા અને 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.

Bank Job Recruitment

પગાર અને ભથ્થાં

3 વર્ષની ડિગ્રી અથવા ડિપ્લોમા અને 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને માસિક CTC 30,000 રૂપિયા મળશે.

બેચલર ડિગ્રી સાથે 2 વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન/ડિપ્લોમા અને 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને માસિક CTC 35,000 રૂપિયા મળશે.

આ ઉપરાંત ઉમેદવારોને સમયગાળાના આધારે દૈનિક ભથ્થા (Daily Allowance) તરીકે 350 રૂપિયા આપવામાં આવશે. તેમજ વય જૂથ મુજબ 1400-2500 રૂપિયાનું મેડિકલ ઈન્સ્યોરન્સ પણ મળશે.

Job Interview (5)

ઈન્ટરવ્યૂની તારીખ અને પ્રક્રિયા

વૉક-ઈન ઈન્ટરવ્યૂ 08 અને 09 September 2026 ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નવી દિલ્હી ખાતે યોજાશે. જો ઈન્ટરવ્યૂની તારીખ આગળ વધે છે તો રહેવા-જમવાની વ્યવસ્થા ઉમેદવારે પોતે કરવાની રહેશે. ઉમેદવારોએ નોટિફિકેશનમાં આપેલા અરજી ફોર્મ સાથે પોતાના તમામ ઓરિજિનલ દસ્તાવેજો (10th, 12th, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, જાતિ દાખલો, EWS/PwBD સર્ટિફિકેટ, ID/એડ્રેસ પ્રૂફ) અને તેની સ્વ-પ્રમાણિત (Self-Attested) ફોટોકોપીનો 1 સેટ તથા 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વિના ઈન્ટરવ્યૂ આપવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી

પોસ્ટિંગ અને કામગીરી

પસંદગી પામેલા ઉમેદવારોનું પોસ્ટીંગ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા IRCTC ના નોર્થ ઝોનમાં થશે. ઉમેદવારે ભારત ગૌરવ ટ્રેન, ટૂર પેકેજ, રેલ ટિકિટિંગ, કોર્પોરેટ ટ્રાવેલ, ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ, રેલવે વિભાગ તથા બિઝનેસ પાર્ટનર્સ સાથે તાલમેલ સાધવા જેવી કામગીરી કરવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RailwayJobs IRCTC JobVacancy2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ