બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Viral / શૌખ મોંઘા ન પડે? પાળવા આ પ્રાણી ઘેર લાવ્યો, ભૂખ લાગતાં માલિકનો કરી ગયો કોળિયો, એલર્ટ રહેજો
Last Updated: 03:31 PM, 14 May 2025
શ્વાન તો સહુ કોઈ પાળે પણ પાળવો તો સિંહ, એક શખ્સને આવો વિચાર આવ્યો પછી તે બજારમાં ઉપડ્યો અને એક મસ્ત મજાનો સિંહ ઘેર લઈ આવ્યો અને બહાર બડાઈ મારવા લાગ્યો કે તેણે સિંહ પાળ્યો છે પરંતુ સિંહ આખરે તો જંગલી પ્રાણીને? તેણે અસલી રંગ દેખાડી દીધો અને તેનો કોળિયો કરી ગયો હતો.
ADVERTISEMENT
બગીચામાં સિંહે ફાડી ખાધો
ઈરાકના કુફામાં 50 વર્ષીય અકીલ ફખર અલ-દીન નામના એક વ્યક્તિ પર તેના પાલતુ સિંહે હુમલો કર્યો હતો અને તેને ખાઈ ગયો હતો. આ ઘટના ગયા ગુરુવારે બની હતી જ્યારે જંગલી પ્રાણીઓ પાળવાનો ઇતિહાસ ધરાવતા અલ-દીન પર તેના બગીચામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે સિંહને પિંજરામાં પૂરીને બગીચામાં રાખતો હતો પરંતુ એક દિવસ સિંહ પિંજરામાંથી બહાર આવી ગયો અને તેણે તેની ગરદન મરડી નાખી હતી જેને કારણે તેનું મોત થયું.
ADVERTISEMENT
વીડિયો વાયરલ
અલ-દીનની ચીસો સાંભળીને પાડોશી તેની મદદ માટે દોડી ગયો, અને દવાખાને લઈ ગયા પરંતુ તે ન બચી શક્યો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફૂટેજમાં ઘાસ પર લોહીના ખાબોચિયામાં માલિક અને પાછળ પિંજરુ પડેલું દેખાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.