બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 7050mAh બેટરી સાથે iQOO Z11 લોન્ચ, Galaxy S26 FEની તારીખ પણ ફિક્સ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / 7050mAh બેટરી સાથે iQOO Z11 લોન્ચ, Galaxy S26 FEની તારીખ પણ ફિક્સ

Last Updated: 08:17 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

iQOOએ Dimensity 7500 Turbo અને મજબૂત બેટરીવાળો Z11 લોન્ચ કર્યો છે, જ્યારે સેમસંગ Galaxy S26 FE લોન્ચ કરવા સાથે S25ની કિંમત વધારી રહી છે. boltt પણ Pure Android 16 અને Google AI સાથે બે નવા બજેટ ફોન લાવવા તૈયાર છે.

1/5

photoStories-logo

1. ટેક ન્યૂઝ રાઉન્ડઅપ

iQOOએ ભારતમાં પોતાનું નવું સ્માર્ટફોન iQOO Z11 લોન્ચ કરી દીધું છે, જેમાં MediaTek Dimensity 7500 Turbo ચિપસેટ અને 7,050mAhની મજબૂત બેટરી આપવામાં આવી છે. આ ફોન અનેક વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેની સાથે સેમસંગ પણ 27 ઓગસ્ટે પોતાનું ‘Galaxy Event’ યોજવા જઈ રહી છે, જેમાં AI ફીચર્સવાળું Galaxy S26 FE લોન્ચ થવાની સંભાવના છે. જોકે કંપનીએ પોતાના હાલના ફ્લેગશિપ Galaxy S25ની કિંમતમાં 12,000 રૂપિયા સુધીનો મોટો વધારો કરી દીધો છે. બજેટ સેગમેન્ટમાં boltt પણ 25 ઓગસ્ટે Pure Android 16 અને ઇન-બિલ્ટ Google AI ફીચર્સવાળા બે નવા ફોન boltt Ace 5G અને boltt Evo 4G લોન્ચ કરવા તૈયાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. iQOO Z11: ભારતનું પહેલું Dimensity 7500 Turboવાળો સ્માર્ટફોન

iQOOએ ભારતીય બજારમાં iQOO Z11 લોન્ચ કરી દીધો છે. તેની શરૂઆતની કિંમત 34,999 રૂપિયા છે અને 25 ઓગસ્ટથી Amazon તેમજ iQOOના સ્ટોર પર વેચાણ શરૂ થશે. આ ફોન ભારતમાં MediaTek Dimensity 7500 Turbo ચિપસેટ સાથે આવનારું પહેલું સ્માર્ટફોન છે. તેમાં 6.83 ઇંચની 1.5K 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે મળે છે, જે 144Hz રિફ્રેશ રેટ સાથે કામ કરે છે. પાણી અને ધૂળથી સુરક્ષા માટે IP68/IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. કેમેરા સેટઅપમાં OIS સાથે 50MP Sony IMX882 મુખ્ય સેન્સર અને 32MP સેલ્ફી કેમેરા છે. બેટરી 7,050mAhની BlueVolt છે અને સોફ્ટવેર તરીકે Android 16 આધારિત OriginOS 6.0 મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સેમસંગની Galaxy Event અને S25ની કિંમતમાં મોટો વધારો

સેમસંગ 27 ઓગસ્ટે (ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે) પોતાનું નવું ‘Galaxy Event’ યોજવા જઈ રહી છે. આ ઇવેન્ટમાં કંપની કિફાયતી ફ્લેગશિપ Samsung Galaxy S26 FEને ઓફીશીયલ રીતે લોન્ચ કરશે. લીક્સ મુજબ તેમાં 6.7 ઇંચની 120Hz AMOLED ડિસ્પ્લે, Exynos 2500 ચિપસેટ, 50MP મુખ્ય સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા અને 45W ફાસ્ટ ચાર્જિંગવાળી 4,900mAh બેટરી હોવાની શક્યતા છે. ફોન One UI અને Galaxy AI ફીચર્સથી સજ્જ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Galaxy S25

બીજી તરફ સેમસંગે ભારતમાં પોતાની ફ્લેગશિપ Galaxy S25 સિરીઝની કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ટિપ્સ્ટર અભિષેક યાદવના જણાવ્યા અનુસાર, 12GB + 256GB વેરિયન્ટની કિંમત 80,999 રૂપિયાથી વધીને 84,999 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 12GB + 512GB વેરિયન્ટમાં 12,000 રૂપિયાનો મોટો વધારો થયો છે. જેથી તેની કિંમત 92,999 રૂપિયાથી વધીને 1,04,999 રૂપિયા થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. boltt Ace 5G અને Evo 4G: આવી રહ્યા છે Pure Android 16 સાથે

bolttએ પોતાના આગામી સ્માર્ટફોન boltt Ace 5G અને boltt Evo 4Gના ડિસ્પ્લે અને સોફ્ટવેર વિગતો જાહેર કરી છે. 25 ઓગસ્ટે ફ્લિપકાર્ટ પર એક્સક્લુઝિવ રીતે લોન્ચ થનારા આ બંને ફોનમાં 6.79 ઇંચની HD+ પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇસીસ કોઈ થર્ડ પાર્ટી બ્લોટવેર વગરના Pure Android 16 પર ચાલશે, જેમાં Google Gemini, Circle to Search અને Google Lens જેવા AI ફીચર્સ ઇન-બિલ્ટ મળશે. વધુમાં 2 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ, 6,000mAhની મોટી બેટરી અને AI પોર્ટ્રેટ મોડવાળા કેમેરાનું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Galaxy S25 iQOO Turbo Galaxy S26 FE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ