બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / IPL Mega Auction: Deal of these 3 players including Hardik in Ahmedabad team is finalized, it rains money!

IPL મેગા ઓક્શન / અમદાવાદની ટીમમાં હાર્દિક સહિત આ 3 ખેલાડીઓની ડિલ પાક્કી, થયો પૈસાનો વરસાદ!

Published By: Mehul

Last Updated: 11:24 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદે ત્રણ ખેલાડીઓ પસંદ કરી લીધા છે. આ ખેલાડીઓમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા,ઓપનર શુભમન ગિલ અને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હશે.માંથી હાર્દિકને સુકાની પદ સોંપાઈ શકે

  • IPL 2022 માટે અમદાવાદ ટીમની  ભારે તૈયારી 
  • ત્રણ ખેલાડીઓ કર્યા 'રીટેન',સત્તાવાર જાહેરાત બાકી 
  • હાર્દિક પંડ્યા,રાશિદ ખાન,અને શુભમન ગીલ નવી ટીમમાં 

IPL 2022 સીઝન માર્ચ-એપ્રિલમાં શરુ થઈ શકે છે. આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.જે અમદાવાદ અને લખનૌ છે. બંને એ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓ 'રીટેન' કરવાના છે 

ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL)સીઝન આગામી માર્ચ -એપ્રિલમાં શરુ થઇ શકે છે. આ માટે મેગા ઓક્શન પણ 12- 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુંમાં થશે. આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.અમદાવાદ અને લખનૌ. આ બંને ટીમે પોતાના ત્રણ -ત્રણ ખેલાડી  'રીટેન' કરવાના છે. BCCIએ આ માટેની અંતિમ તારીખ  22 જાન્યુઆરી નક્કી કરી છે.બંને ટીમોએ પોતાના ત્રણ -ત્રણ ખેલાડીઓ 
'રીટેન'કરવાની તૈયારીઓ કરી લીધી છે.પણ હજુ સુધી કાયદેસર જાહેરાત નથી કરી.

અમદાવાદે ક્યા ત્રણ ખેલાડીઓ લીધા 

અમદાવાદે ત્રણ ખેલાડીઓ પસંદ કરી લીધા છે. આ ખેલાડીઓમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા,ઓપનર શુભમન ગિલ અને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હશે.માંથી હાર્દિકને સુકાની પદ સોંપાઈ શકે છે. આ પહેલા હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ ( MI)રાશિદ સનરાઇઝર્સ હૈદરાબાદ ( SRH)અને શુભમન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માટે રમતા હતા. 

ફ્રેન્ચાઈઝીએ હાર્દિક અને રાશિદને 15-15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય  કર્યો છે. જ્યારે શુભમનને 7 કરોડ મળશે . નિયમ પ્રમાણે ત્રણ ખેલાડીઓ 'રિટેન' કરવા પર 15, 15, અને 7 કરોડ જ આપી શકાય છે 

અમદાવાદ ફ્રેન્ચાઈઝીને CVC ગ્રુપે ખરીદી 

આ નવી સિઝનમાં જોડાનારી બે નવી ટીમની નીલામીમાં BCCIને 12,725 કરોડની કમાણી થઇ છે. લખનૌ ટીમને સંજીવ ગોએન્કા ગ્રુપે 7090 કરોડની બોલી લગાવીને ખરીદી છે .જ્યારે વિદેશી કંપની CVC ગ્રુપે અમદાવાદ ટીમને 5,625 કરોડની બોલી લગાવીને ખરીદી છે 

અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો કોચિંગ સ્ટાફ પણ નક્કી 

આ અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાનો કોચિંગ સ્ટાફ પણ તૈયાર કરી લીધો છે.જેમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરા,અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ગેરી કર્ટસન સાથે ઈંગ્લેન્ડના પૂર્વ  બેટ્સમેન વિક્રમ સોલંકી પણ હશે.વિક્રમ અત્યારે ઈંગ્લીશ કાઉન્ટી કલબ સરેનાં હેડ કોચ અને ટીમ ડાયરેક્ટર પણ છે.

નવી ટીમો માટે નિયમ 
નવી ટીમ નિયમ પ્રમાણે વધુમાં વધુ ત્રણ ખેલાડીઓને બહાર કરી શકશે .તેમાં પણ વધુમાં વધુ 2 ભારતીય અને એક વિદેશી હોવા જોઈએ નવી ટીમ એક થી વધુ 'અન કેપ્ડ' ખેલાડીને પડતો નહિ મૂકી શકે. આ વખતે 'મેગા ઓક્શન'માં  'રાઈટ ટૂ મેચ ' (RTM) કાર્ડનો નિયમ નહિ હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

22 જાન્યુઆરી BCCI CVC ગ્રુપ IPL 2022 અમદાવાદ ઓક્શન ત્રણ ખેલાડી ફેબ્રુઆરી સુકાની હાર્દિક પંડ્યા INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ