બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 yuzvendra chahal needs only 3 wickets for 200 wickets to become first bowler
Last Updated: 05:52 PM, 13 April 2024
IPL 2024માં 17મી સીઝનની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાશે. આ મેતમાં બધાની નજર રાજસ્થાન ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શન પર રહેવાની છે. જેમની પાસે આઈપીએલમાં એક મોટુ સ્કોર ઉભો કરવોની તક છે. રાજસ્થાન રોયલ્સ ટીમ માટે અત્યાર સુધી આ સીઝન ખૂબ જ શાનદાર રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેમાં તેમણે 5 મેચોમાંથી 4માં જીત હાસિલ કરી છે. એવામાં તેમની નજર તે મેચને જીતવા પર પણ હશે જેથી પ્લેઓફમાં સરળતાથી પોતાની જગ્યા બનાવી શકાય. ચહલનું પ્રદર્શન પણ અત્યાર સુધી સીઝન બોલથી ખૂબ જ સારૂ જોવા મળ્યું છે.
200 વિકેટ લેનાર સૌથી પહેલા બોલર
આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધારે વિકેટ હાસિલ કરનારનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામ પર છે. તેમણે 150 મેચોમાં રમતા 21.26ની સરેરાશથી 197 વિકેટ મેળવી. ચહલ પંજાબ કિંગ્સના સામે થવા જઈ રહેલી મેચમાં જો 3 વિકેટ વધારે લે તો તે આઈપીએલ ઈતિહાસમાં 200 વિકેટનો આંકડો પાર કરનાર પહેલા બોલર પણ બની જશે.
વધુ વાંચો: દિલ્હી કેપિટલ્સ સામે થયેલી હારમાં LSGની ક્યાં ભૂલ થઈ? ગણાવ્યું KL રાહુલે
ચહલે અત્યાર સુધી પોતાના ટી20 કરિયરમાં કુલ 295 મેચ રમી છે. જેમાં તેમના નામે 23.10ની સરેરાશથી 346 વિકેટ નોંધવામાં આવી છે અને તેમને 350 વિકેટ પુરી કરવા માટે 4 વિકેટ વધારે જોઈએ છે. ભારત માટે અત્યાર સુધી આ ફોર્મેટમાં સૌથી વધારે વિકેટ હાસિલ કરવાનો રેકોર્ડ પણ યુઝવેન્દ્ર ચહલના નામ પર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.