બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / DC vs LSG KL Rahul revealed mistakes after losing match against Delhi

IPL 2024 / દિલ્હી કેપિટલ્સ સામે થયેલી હારમાં LSGની ક્યાં ભૂલ થઈ? ગણાવ્યું KL રાહુલે

Vidhata

Last Updated: 08:52 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં શુક્રવારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં 6 વિકેટે હરાવી દીધી. આ મેચ બાદ LSG ટીમના કેપ્ટન કેએલ રાહુલે નબળી બેટિંગની હારનું મુખ્ય કારણ ગણાવી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી લખનૌની ટીમ પાસેથી દરેકને વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ આ મેચમાં તેણે પ્રથમ બેટિંગ કરતા 94ના સ્કોર સુધીમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, આયુષ બડોની અને અરશદ ખાન વચ્ચે 8મી વિકેટ માટે થયેલી ભાગીદારીના આધારે લખનૌ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 167 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ પછી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત સારી ન રહી પરંતુ કેપ્ટન રિષભ પંતના 41 અને IPL ડેબ્યૂ કરનાર જેક ફ્રેઝર મેકગર્કના 55 રનના આધારે તેણે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કરી લીધો. આ મેચમાં હાર બાદ લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલે ખરાબ બેટિંગને હારનું મુખ્ય કારણ ગણાવ્યું.

અમે સારી શરૂઆત કરી પરંતુ તેને ટકાવી ન શક્યા

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે આ મેચમાં બેટિંગમાં 15 થી 20 રન ઓછા બનાવ્યા. અમે બેટિંગમાં સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં અમે અચાનક નબળા પડી ગયા. આ પીચ પર અમારે 180 રન બનાવવા જોઈતા હતા. બોલ પિચ પર ખૂબ જ નીચો રહ્યો હતો, પરંતુ કુલદીપે તેની બોલિંગથી અમને ખૂબ જ પરેશાન કર્યા. જ્યારે જેક ફ્રેઝર મેકગર્ક, જે પ્રથમ વખત IPLમાં રમી રહ્યો છે, અમે તેની બેટિંગના ઘણા વીડિયો જોયા છે પરંતુ તેણે વધુ સારા શોટ્સ રમ્યા. બોલિંગમાં અમને પાવર પ્લે દરમિયાન ડેવિડ વોર્નરની વિકેટ ચોક્કસપણે મળી અને મેચ 10 ઓવર સુધી અમારા હાથમાં હતી પરંતુ કેચ છોડવો અમને ખૂબ ભારે પડી ગયો જેમાં પંત અને ફ્રેઝરે ફરી અમને આ મેચમાં વાપસીની કોઈ તક ન આપી.

વધુ વાંચો: એવું તે શું થયું કે લાઇવ મેચમાં જ રિષભ પંત અમ્પાયર સામે બાખડી પડ્યો, જુઓ PHOTOS

પુરનને વહેલા બેટિંગ માટે મોકલવા પાછળનું જણાવ્યું આ કારણ 

કેએલ રાહુલે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે જ્યારે અક્ષર પટેલે બોલિંગ કરી તો તેને વધારે સ્પિન મળી ન હતી, તેથી આવી સ્થિતિમાં અમે પુરનને વહેલા મોકલવાનું નક્કી કર્યું જેથી બોલરો પર દબાણ લાવી શકાય, પરંતુ અમારે તેનો શ્રેય કુલદીપને આપવો જોઈએ જેણે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. મયંક યાદવ વિશે અપડેટ આપતા રાહુલે એમ પણ કહ્યું કે હવે તે પહેલા કરતા ઘણા સારા છે પરંતુ અમે તેને લઈને કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. અમારે તેનું ધ્યાન રાખવું પડશે જેથી તે સંપૂર્ણ રીતે ફિટ થયા પછી જ મેદાનમાં પાછો ફરે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

DC vs LSG Delhi Capitals IPL 2024 KL Rahul KL રાહુલ Lucknow Super Giants IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ