બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rishabh Pant involved in heated argument with umpire during live match

IPL 2024 / એવું તે શું થયું કે લાઇવ મેચમાં જ રિષભ પંત અમ્પાયર સામે બાખડી પડ્યો, જુઓ PHOTOS

Vidhata

Last Updated: 08:22 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં દિલ્હી કેપિટલ્સની લખનૌ સુપર જાયન્ટ્સ સાથે રમાયેલી મેચ દરમિયાન એક વિવાદે બધાને ચોંકાવી દીધા. લાઈવ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો. આ ઘટના લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ઈનિંગની ચોથી ઓવરની છે.

શુક્રવારે IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ, જેમાં દિલ્હીએ લખનૌની ટીમને 6 વિકેટે હરાવી દીધી. IPL 2024 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની આ બીજી જીત છે. રિષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ ટીમે અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું હતું. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

લાઈવ મેચમાં અમ્પાયર સાથે બાખડી ગયો રિષભ પંત 

દિલ્હી કેપિટલ્સ (DC) vs લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચ દરમિયાન એક વિવાદે બધાને ચોંકાવી દીધા. લાઈવ મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ટીમના કેપ્ટન રિષભ પંત અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો. જણાવી દઈએ કે આ ઘટના લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ઈનિંગની ચોથી ઓવરમાં બની હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન રિષભ પંતે ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો અને મેદાન પરના અમ્પાયરે તેને થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો હતો. જો કે, બાદમાં રિષભ પંતે પોતે જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને કહ્યું કે તેણે રિવ્યૂ માટે બોલાવ્યો જ નથી. 

 

આ વાતને લઈને મેદાન પર થયો વિવાદ 

વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગની ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. લખનૌ સુપર જાયન્ટ્સ માટે દેવદત્ત પડિક્કલ તે સમયે સ્ટ્રાઈક પર હાજર હતા. ઈશાંત શર્માએ આ ઓવરનો ચોથો બોલ લેગ સાઇડમાં દિશાવિહીન ફેંક્યો અને મેદાન પરના અમ્પાયરે તેને વાઈડ જાહેર કરી દીધો. આ પછી, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત ટીમના ખેલાડીઓ સાથે વાત કરવા લાગ્યા અને હાથથી કેટલાક એવા ઈશારા કર્યા જેનાથી મેદાન પરના અમ્પાયરને લાગ્યું કે તે DRS માંગી રહ્યો છે. આ પછી મેદાન પરના અમ્પાયરે તરત જ નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલી આપ્યો.

 

વધુ વાંચો: ભારતીય ટીમ માટે ખુશખબર, T20 વર્લ્ડ કપ પહેલા 2 ઈજાગ્રસ્ત ખેલાડી થયા ફિટ

જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લે જોયું તો જાણવા મળ્યું કે તે વાઈડ બોલ હતો. આ કારણે દિલ્હી કેપિટલ્સે તેમના ડીઆરએસનો વ્યય કર્યો. આ પછી રિષભ પંત પોતાની ભૂલ છુપાવવા માટે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો. રિષભ પંત મેદાનની વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો. રિષભ પંતે કહ્યું કે તેનો ડીઆરએસ લેવાનો કોઈ ઈરાદો નહોતો અને મેદાન પરના અમ્પાયરે તેના ઇશારાને ખોટો સમજી લીધો. જો કે રિપ્લેમાં રિષભ પંતની પોલ ખુલી ગઈ. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે રિષભ પંતે ડીઆરએસ માટે સંકેત આપ્યો હતો. રિષભ પંત વાસ્તવમાં તે નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલવાથી ખુશ નહોતો. ડગઆઉટમાં રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી પણ નારાજ દેખાયા. તમને જણાવી દઈએ કે IPLની આ મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 6 વિકેટથી હરાવી દીધું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

DC vs LSG IPL 2024 Rishabh Pant rishabh pant video રિષભ પંત IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ