બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024: Shocking decision by KKR to drop star player from team, surprises everyone

IPL 2024 / IPL 2024: KKRનો ચોંકાવનારો નિર્ણય, સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરી દીધો છુટ્ટો, સૌ કોઈ અચંબામાં

Pravin Joshi

Last Updated: 05:57 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: KKR એ મિની ઓક્શન દરમિયાન પોતાના અનોખા નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. KKRએ ટીમના સ્ટાર ખેલાડીને પડતો મૂક્યો છે.

  • કોલકાતા નાઈટ રાઈડર્સે એક ચોંકાવનારો નિર્ણય લીધો 
  • KKR એ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને રિલીઝ કરી દીધો
  • કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન પણ આ બદલાવશે

આજે એટલે કે 26મી નવેમ્બર IPL 2024 માટે ખેલાડીઓને જાળવી રાખવા અથવા મુક્ત કરવાની છેલ્લી તારીખ છે. ખેલાડીઓની સતત અદલાબદલી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. KKRએ પોતાના સ્ટાર પ્લેયરને રિલીઝ કરી દીધા છે. હવે કોઈપણ ટીમ આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ ખેલાડીમાં તોફાની બેટિંગ કરવાની ક્ષમતા છે, તેમ છતાં આ સ્ટારને છોડવો એ ચોંકાવનારો નિર્ણય છે.

IPL 2024 પહેલા ઉથલપાથલના એંધાણ: ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સહિત આ  પ્લેયર્સને રીલીઝ કરી શકે છે ટીમ, જુઓ આખું લિસ્ટ / The franchise can release  these players, including ...

KKRને 10.75 કરોડમાં ખરીદ્યો હતો

કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને રિલીઝ કરી દીધા છે. શાર્દુલ બોલની સાથે સાથે બેટથી પણ અજાયબી કરવાની ક્ષમતા ધરાવે છે. કોલકાતાએ 10.75 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને શાર્દુલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ હવે તેને છોડી દેવામાં આવ્યો છે. હવે શાર્દુલનું નામ ફરી એકવાર હરાજીમાં જશે અને કોઈપણ ટીમ તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. IPLમાં દરેક ટીમ એક ઓલરાઉન્ડર ખેલાડી રાખવા માંગે છે, પરંતુ KKR એ શાર્દુલને છોડી દીધો છે.

વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી પર હશે ગુજરાત ટાઈટન્સની નજર! એક વર્ષ પછી કરવા જઈ  રહ્યો છે વાપસી, બજેટની નથી કોઈ ચિંતા / IPL 2024: Gujarat Titans Eyeing  World Champions ...

KKRનો કેપ્ટન બદલાશે

તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન પણ આ આઈપીએલ સીઝનમાં બદલાવ કરશે. ગત સિઝનમાં સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરની ઈજાના કારણે નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ આ વર્ષે અય્યર સંપૂર્ણપણે ઠીક છે અને આઈપીએલ રમવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં આઈપીએલની આ સિઝનમાં નીતિશ રાણાને કેપ્ટન્સી છોડવી પડશે અને શ્રેયસ અય્યર ફરી એકવાર કેપ્ટન્સી સંભાળશે. અય્યરની રમત ટીમને વધુ મજબૂતી આપશે. અય્યર શાનદાર ફોર્મમાં છે, તેણે વર્લ્ડ કપમાં પણ સદી ફટકારી છે. આવી સ્થિતિમાં અય્યર કોલકત્તાને IPL ટ્રોફી જીતાડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ