બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Sanju Samson gets emotional after defeat against Gujarat Titans

IPL 2024 / ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ સંજુ સેમસન થયા ભાવુક, કહ્યું 'કેપ્ટન માટે આ સૌથી મુશ્કેલ કામ છે..'

Megha

Last Updated: 08:13 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ બાદ સંજુ સેમસનને પૂછવામાં આવ્યું કે, તમે ઇનિંગ્સના કયા તબક્કે હારી ગયા? આના પર રાજસ્થાનના કેપ્ટને કહ્યું કે મને લાગે છે કે અમે છેલ્લા બોલ પર મેચ હારી ગયા.'

IPL 2024માં બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને સિઝનમાં સતત ચાર જીત બાદ પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમને ગુજરાત ટાઇટન્સ (RR vs GT) દ્વારા છેલ્લા બોલે રોમાંચક મેચમાં 3 વિકેટે પરાજય આપ્યો હતો. પોતાની ટીમની નજીકની હાર બાદ, સંજુ સેમસન એકદમ નિરાશ દેખાઈ રહ્યો હતો.

સાથે જ મેચ પછી, સેમસને આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો કે તેની ટીમ ક્યારે મેચ હારવાનું શરૂ કર્યું. આ પછી તેણે કહ્યું કે તે આ પ્રશ્નનો જવાબ તેની ભાવનાઓ શાંત થયા પછી આપશે. સંજુ સેમસને મેચ બાદ કહ્યું, 'આ સમયે બોલવું ખૂબ જ મુશ્કેલ છે. ટૂર્નામેન્ટમાં સૌથી મુશ્કેલ બાબત એ છે કે જ્યારે કોઈ કેપ્ટન મેચ હારી જાય છે અને તેણે જણાવવું પડશે કે તે મેચ ક્યાં હારી ગયા. જ્યારે લાગણીઓ શમી જશે ત્યારે હું સ્પષ્ટ રીતે બોલી શકીશ. આનો શ્રેય ગુજરાત ટાઇટન્સને આપવો પડશે. આ હાર જીત જ આ ટુર્નામેન્ટની સુંદરતા છે અને અમારે તેને શીખીને આગળ વધવું પડશે."

સેમસને મેચ વિનિંગ સ્કોર વિશે આગળ વાત કરી અને કહ્યું, "જ્યારે હું બેટિંગ કરતો હતો, ત્યારે મને લાગતું હતું કે 180 ની આસપાસ અમે ફાઇટીંગ સ્કોર બનાવી લઈશું અને પછી મને લાગ્યું કે 196 એ વિનિંગ સ્કોર હતો. ઝાકળ ન હોવાને કારણે અમારી બોલિંગ સારી રીતે ચાલી રહી ન હતી. લાઇન-અપને બચાવ કરવો પડ્યો."

જાણીતું છે કે રાજસ્થાનને 5 મેચમાં પહેલી હાર મળી છે. અગાઉ તેણે ચારેય મેચ જીતી હતી. રાજસ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. બીજી તરફ ગુજરાતને 6 મેચમાં માત્ર ત્રીજી જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બાદ હવે તેણે રાજસ્થાનને હરાવ્યું છે. આ સિઝનમાં પ્રથમ વખત ગુજરાતે વિપક્ષી ટીમના મેદાન પર જીત મેળવી છે.

વધુ વાંચો: આઈપીએલમાં 3,000 રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો શુભમન ગિલ, રેકોર્ડ લિસ્ટમાં ટોપ પર ક્રિસ ગેલ

મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગની અડધી સદીની મદદથી બોર્ડ પર 196 રન બનાવ્યા હતા. સેમસને 38 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે પરાગે 76 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરવા આવેલા ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન શુભમન ગિલે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતમાં રાહુલ તેવટિયાએ 11 બોલમાં 22 રનની અણનમ ઇનિંગ રમી હતી અને રાશિદ ખાને 11 બોલમાં 24 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત તરફ દોરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ