બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 RR vs LSG will take place in Jaipur today, know how the playing 11 team will be

IPL 2024 / આજે RR vs LSG વચ્ચે જયપુરમાં થશે કાંટે કી ટક્કર, જાણો કેવી હશે પ્લેઇંગ 11 ટીમ

Megha

Last Updated: 11:03 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ની 17મી સીઝનની મેચ નંબર-4માં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. બંને ટીમો પોતાની શરૂઆતની મેચમાં સારી શરૂઆત કરીને જીત મેળવવાનો પ્રયાસ કરશે.

IPL 2024 ના સુપર સન્ડેની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યે આ મેચમાં બંને ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો પાસે ઘણા મજબૂત ખેલાડીઓ છે એવામાં ચાલો જાણીએ કે આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની મેચ નંબર-4માં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. બંને ટીમો પોતાની શરૂઆતની મેચમાં સારી શરૂઆત કરીને જીત મેળવવાનો પ્રયાસ કરશે.એલએસજીનો કેપ્ટન કેએલ રાહુલ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. તે જ સમયે, સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ મેચ જીતવા માટે તૈયાર છે. જો કે, લખનૌમાં ડી કોક અને પુરન જેવા વિશ્વના ટોચના વર્ગના ખેલાડીઓ પણ છે, જેઓ એકલા હાથે કોઈપણ સમયે મેચનો નિર્ણય બદલી શકે છે. તેથી આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. 

જાણીતું છે કે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. રાજસ્થાન રોયલ્સની કમાન સંજુ સેમસનના હાથમાં છે. દરેકની નજર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલના ફોર્મ અને ફિટનેસ પર રહેશે. રાહુલ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ચાર ટેસ્ટ મેચ રમી નહતી.

લખનૌની મેચમાં દેવદત્ત પડીકલ ડેબ્યુ કરશે તે લગભગ નિશ્ચિત છે. દેવદત્ત ગત સિઝનમાં રાજસ્થાન તરફથી રમ્યો હતો. આવી સ્થિતિમાં તે પોતાની જૂની ટીમ સામે તોફાન સર્જવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હશે. કેએલ રાહુલ વિશે એવું માનવામાં આવે છે કે તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે, જેના કારણે પડિકલ તેની જગ્યાએ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. 

વધુ વાંચો: હાર્દિક vs ગિલ! અમદાવાદમાં આજે ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ, કોણ કોના પર પડશે ભારે?

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન 
રાજસ્થાન રોયલ્સ- જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), રેયાન પરાગ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ.

લખનૌ સુપર જાયન્ટ્સ- ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, દીપક હુડા, કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ